ભોપાલ: ગુજરાતના પાડોશમાં આવેલા મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં એક અજીબ કિસ્સો સામે આવ્યોછે. પોતાના પ્રેમ (Love)ને પામવા માટે અવારનવાર લોકો ગુનો કરતા પણ ખચકાતા નથી હોતા. અહીં એક મહિલા પ્રેમમાં અંધ બનીને પોતાના નજીકના સંબંધી સાથે ભાગી ગઈ હતી. મહિલા અને પુરુષના આવા પગલાંથી પરિવાર શરમથી પાણી પાણી થઈ ગયો છે. હકીકતમાં મહિલા તેના નણદોઈ સાથે ભાગી ગઈ છે. ભાગવા માટે મહિલાએ જે પ્લાન બનાવ્યો હતો તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. (પ્રતીકાત્મક તસવીર: Shutterstock)
આ અજીબ બનાવ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના સિમાર ગામ ખાતે બન્યો છે. નણદોઈ સાથે ભાગેલી મહિલાનું નામ રેશ્મા છે. એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે રેશ્માએ આ પહેલા બે લગ્ન કર્યા હતા. હવે તે ત્રીજા પુરુષ સાથે ભાગી છે. મહિલા જે પુરુષ સાથે ભાગી છે તે તેણીનો નણદોઈ છે. રેશ્માના પ્રથમ પતિનું નિધન થઈ ગયું હતું. જે બાદમાં તેના પતિના ભાઈ સાથે તેણીના બીજા લગ્ન થયા હતા. આ દરમિયાન રેશ્મા અને તેના નણદોઈ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જોકે, પરિવારના લોકોને આ સંબંધ મંજૂર ન હતો. પરિવાર આ સંબંધનો વિરોધ કરતો રહ્યો હતો. (પ્રતીકાત્મક તસવીર: Shutterstock)
પરિવારના વિરોધ બાદ નણદોઈના પ્રેમમાં પાગલ રેશ્માએ ભાગવાનો નિર્ણય કર્યો હતો. જે બાદમાં રેશ્માએ જમવામાં નશીલો પદાર્થ ભેળવી દીધો હતો. નશીલું ભોજન આરોગનાર લોકોમાં મહિલાનો પતિ, બે બાળકો, સાસુ-સસરા, બે દિયર, એક કાકી સાસુ, એક નણંદ અને એક દેરાણી શામેલ છે. તમામ લોકો બેભાન બની ગયા બાદ રેશ્મા તેના નણદોઈ સાથે ભાગી ગઈ હતી. (પ્રતીકાત્મક તસવીર)