

શેફાલી હરિયાણાની પ્રથમ મહિલા બસ કંડક્ટર બની હતી અને તે બસમાં ટિકિટો કાપતી હતી. તે સમયે તે ચર્ચામાં આવી હતી અને લોકોએ તેની ઘણી પ્રશંસા કરી હતી. હવે શેફાલી ફરી ચર્ચામાં છે. જોકે આ વખત વાત અલગ છે. (Photo: News18)


શેફાલી પોતાના લગ્નના કારણે હવે ચર્ચામાં આવી છે. એકસમયે બસોમાં ટિકિટ કાપતી શેફાલી હેલિકોપ્ટરમાં બેસીને પોતાના સપનાના રાજકુમાર સાથે સાસરિયામાં ગઈ છે. જેના કારણે તેની ચર્ચા થઈ રહી છે. (Photo: News18)


શેફાલીના સોમવારે લગ્ન હતા અને મંગળવારની સવારે હેલિકોપ્ટરમાં બેસીને વિદાય થઈ હતી. સિરસાના પવન માંડાની પુત્રી શેફાલીના લગ્ન કૈરાવાલી નિવાસી સચિન સહારણ સાથે થયા છે. (Photo: News18)


શેફાલીના પિતા પવન માંડા SDM કાર્યાલયમાં કાર્યરત છે અને માતા શિક્ષા વિભાગમાં છે. અંકલ પ્રવિણ માંડા પોલીસ વિભાગમાં છે અને રાજવીક માંડા કો-ઓપરેટિવ બેંક કાગદાનામાં ચેરમેન છે. (Photo: News18)