Home » photogallery » national-international » MANY PEOPLE IN PAKISTAN AFFECTED IN FLOODS MEDICAL SECVICES DAMEGED SV

Photo Story: પાકિસ્તાનમાં ભૂખ, બીમારી અને ઝેરનું જોખમ; પૂરને કારણે મહિલાઓ-બાળકો લાચાર

Photo Story: પાકિસ્તાનમાં આવેલા ભયાનક પૂરે બધુ જ બરબાદ કરી દીધુ છે. આ પૂરને કારણે મહિલાઓ અને બાળકોની જિંદગી બેહાલ થઈ ચૂકી છે, તેમજ સ્વાસ્થ્ય સુવિધાઓની અછતના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. સીએનએનએ WHO ને લખ્યુ છે કે, પાકિસ્તાનની સ્વાસ્થ્ય સંસ્થાઓમાંથી 10 ટકા સંસ્થાઓ પૂરથી બદબાદ થઈ ગઈ છે. એવામાં 12 લાખ જેટલી ગર્ભવતી મહિલાઓનું જીવન જોખમમાં છે, જેમાંથી હજારો તો એવી છે કે જેણે પૂરના કારણે વિસ્થાપિત થવુ પડ્યુ છે. આજ મહિલાઓમાની એક શુમેલા સોલંકી જે પોતાના બાળકને હોસ્પિટલમાંથી માત્ર એટલા માટે ઘરે લઈને આવી, કારણકે તેમની પાસે હોસ્પિટલનો ખર્ચ પૂરો કરવા માટે પૈસા ન હતા. શુમૈલા અને તેના 5 બાળક પાસે ખાવા માટે કશું જ નથી. શુમૈલાના પરિવારને માત્ર ભૂખની જ ચિંતા નથી, પરંતુ સંક્રમિત બીમારીઓનો પણ ડર છે, જેનાથી ચેપ લાગવાનું જોખમ પણ વધી ગયુ છે. તો જેરી સાપ પણ ડરનું મોટું કારણ છે, જેને શુમૈલાની જેમ ઊંચા વિસ્તારની ખોજ છે, જેથી તે જીવંત રહી શકે. શુમૈલાના પતિ દૈનિક વેતન કામદાર છે અને તેમની સ્થિતિ કામ કરવા લાયક નથી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन