મંદસૌર જિલ્લામાં એકવાર ફરી એક યુવતીએ પ્રેમ માટે પોતાનો ધર્મ પરિવર્તન કરીને સનાતન સંસ્કૃતિના રીતિ રિવાજો પ્રમાણે લગ્ન કરી લીધા છે.<br />છેલ્લા 6 મહિનામાં મંદસૌરમાં ધર્મ પરિવર્તન લગ્ન કરવાનો આ પાંચમો કેસ છે. ગુના જિલ્લાના કુંભરાજમાં રહેતી નાઝનીન બાના પિતા મોહમ્મદ ઝફરને ચાર વર્ષ પહેલા ટિકટોક પર દિપક ગૌસ્વામી નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેનું ઘર પણ એક વિસ્તારમાં જ છે. તે પહેલા ટિકટોક પર તેને ફોલો કરવા લાગી હતી. તે બાદ તે યુવક સાથે કોઈ સોશિયમ એપના માધ્યમથી વાત કરવા લાગી હતી. તેમની દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ અને છ મહિના પહેલા તે ઘરે કોઈને જણાવ્યા વિના ભાગી ગઈ. બંનેએ નક્કી કરી લીધુ હતુ કે આપણે લગ્ન કરી લેવા છે. પરંતુ ધર્મ અલગ અલગ હોવાથી લગ્ન કરી શકતા નહોતા.
થોડા દિવસ પહેલા દિપકે પોતાના પરિવારને વાત કરી કે તેને એક મુસ્લિમ છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. તે હવે સનાતમ ધર્મ આપનાવા માંગે છે. યુવકની પિતાએ છ મહિના પહેલા મુસ્લિમ ધર્મ છોડીને સનાતન ધર્મ સ્વીકાર કરી લીધો હતો. તેઓ ચેતન સિંહ રાજપુતનો સંપર્ક કર્યો. તે પછી નાઝનીને ગુરુવારે રાત્રે ગાયત્રી મંદિરમાં સનાતન ધર્મ સ્વીકારી લીધો. તેનું નામ નાઝનીનથી બદલીને નેન્સી ગોસ્વામી રાખ્યું અને દીપક સાથે લગ્ન કર્યા.
નેન્સી સાથે લગ્ન કરનાર દીપકની ઉંમર 22 વર્ષની છે અને હાલમાં કોમર્સ ફર્સ્ટ યરનો વિદ્યાર્થી છે જ્યારે નેન્સી 19 વર્ષની છે અને તેણે 9મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. મંદસૌર જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં સનાતન ધર્મ અપનાવવાનો અને લગ્ન કરવાનો આ પાંચમો કિસ્સો છે. નેન્સી ગોસ્વામી અને દીપક ગોસ્વામીના લગ્ન પ્રસંગે સંતો અને સમાજ સેવકો પણ પધાર્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા.
નાઝનીનને નેન્સી બનાવીને સનાતન ધર્મમાં ફેરવ્યા પછી દીપક ગોસ્વામી સાથે લગ્ન કરાવનાર ચેતન સિંહ રાજપૂત, મોહમ્મદ ઝફર શેખ હતો. ચેતન સિંહ રાજપૂતનું કહેવું છે કે, ‘તેમને દીપક ગોસ્વામીના પિતાનો ફોન આવ્યો હતો, ત્યાર બાદ તેણે લગ્ન કરી લીધા હતા. મેં અત્યાર સુધીમાં 24 લોકોને સનાતન ધર્મમાં પરિવર્તિત કર્યા છે.’ આ લગ્નને આશીર્વાદ આપવા આવેલા સંત શ્રી મણિ મહેશજીએ કહ્યું કે, ‘આ ધર્મ પરિવર્તન નથી પરંતુ ઘર વાપસી છે.