માણસ શું છે પહેરે છે અને શું નથી પહેરતો, એ તેની પસંદગીનો વિષય છે. મતલબ લોકો મહિલાના વસ્ત્રો પર મોટા ભાગે કમેન્ટ કરતા હોય છે અને તેમને સલાહ આપતા હોય છે કે, કપડા કેવી રીતે પહેરવા જોઈએ. પણ કપડાને લઈને દરેક વ્યક્તિ પોતાની પસંદ-નાપસંદ રાખતા હોય છે. હવે એક અમેરિકન શખ્સને જ લઈ લો. જે પુરુષો હોવા છતાં પણ તેને મહિલાના કપડાં ખૂબ પસંદ આવે છે.
છેલ્લા પાંચ વર્ષથી તે ઓફિસ જતી વખતે સ્કર્ટ અને હીલ્સ પહેરીને જાય છે. માર્ક જણાવે છે કે, કોલેજના સમયથી જ પોતાની સ્ટાઈલમાં ચેન્જ લાવવાનું વિચારતો હતો. તે પહેલા હાઈ હીલ્સ જાહેરમાં નહોતો પહેરતો, પણ રુમમાં પહેરીને જોયું. તેનું કહેવું છે કે, હીલ્સ પહેરવાથી તેનામાં કોન્ફીડેન્સ આવ્યો. તે મેન સ્ટાઈલના ટોપ્સની સાથે ફીમેલ સ્કર્ટ્સને કૈરી કરે છે.
છ ફુટની હાઈટ સાથે તેની આ સ્ટાઈલ જોવામાં ખૂબ જ ઈમ્પ્રેસિવ લાગે છે. માર્ક ફક્ત ફુટબોલ પિચ પર સામાન્ય બૂટ કે કપડામાં રહે છે, કારણ કે ત્યાં તેની જરુર પડતી નથી. લોકો તેને ઘણી વાર વિચિત્ર નજરે જુએ છે, પણ માર્કનું કહેવું છે કે, તે એવી ઉંમરમાં છે, જ્યાં તેને આવી બધી વાતોથી કોઈ ફરક પડતો નથી. (Credit- Instagram/markbryan911)