

કર્ણાટકના બેંગલુરુ (Bengaluru) એક શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. 40 વર્ષીય પિતાએ પોતાની 19 વર્ષીય પુત્રી પર બળાત્કાર (Rape)નો આરોપ લાગ્યો છે. આ ઘટના પછી 23 જૂને થઇ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પિતાએ પુત્રીને બેભાન થવાની દવા આપી યુવતી સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કરાયો છે.


ઇન્ડિયા ટુડેની ખબર મુજબ પીડિતાનો આરોપ છે કે આ મામલે તેણે પોતાની સોતેલી માને પણ જણાવ્યું. પણ તેમણે પણ ચુપ્પી સાંધી લીધી.


તેવામાં કંટાળીને યુવતીએ ટૉયલેટ ક્લીનર પી લીધું. અને પછી રિપોર્ટ લખાવવા માટે પોલિસ સ્ટેશન પહોંચી. ઘટના વિષે કહેતા કહેતા પણ તે પોલીસ સ્ટેશનમાં બેભાન થઇ ગઇ હતી. અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી.


યુવતીએ પોલીસને જણાવ્યું કે તેને શરદી અને તાવ હતો. તો તેના પિતાએ તેને કોઇ દવા આપવાનું કહ્યું તે પછી તે આ દવા લઇને સુઇ ગઇ અને બીજા દિવસે તેને હોશ આવ્યું. આંખ ખુલી તો તેને પિતા તેની બાજુમાં સુઇ રહ્યા હતા.