મુંબઈના ગીરગાવ વિસ્તારમાં ગુડી પડવા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મરાઠી સમુદાય દ્વારા શોભાયાત્રા કાઢી, પરંપરાગત વસ્ત્રોમાં સજીધજી મહિલાઓ, બાળકો અને પુરુષો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ઉપરાંત મહિલાઓ, પરંપરાગત નૌવારી સાડી, નાક અને કાનમાં પરંપરાગત ઘરેણાં ધારણ નીકળ્યા હતા. ખાસ વાત એ છે કે, અમુક મહિલાઓ બાઈક પર સુંદર રીતે તૈયાર થઈને નીકળી હતી.
ગુડી પડવા દરમિયાન ગિરગાંવ ચૌપાટી, શિવાજી પાર્ક, બાંદ્રા રિક્લેમેશન, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને લિંક રોડ સહિત અન્ય માર્ગો પર પોલીસે કડક બંદોબદસ્ત કર્યો છે. ઠેકઠેકાણે સીસીટીવી લગાવ્યા છે. રસ્તા પર દરેક જગ્યાએ પોલીસનો પહેરો લગાવ્યો છે. સાથે જ નિર્ભયા પોલીસ ટીમ પણ યુવાનો પણ નજર રાખશે.
ગુડી પડવા જેને લોકપ્રિય રીતે સંવત્સર પડવોના નામથી ઓળખાય છે. જેનો અર્થ મહારાષ્ટ્રમાં નવા વર્ષનો પ્રથમ દિવસ એવો થાય છે. મરાઠી નવા વર્ષનું નામ બે શબ્દોથી બનેલું છે. ગુડી જેનો અર્થ થાય છે હિન્દુ ભગવાન બ્રહ્મા અથાવ ધ્વજ અથવા પ્રતીક અને પડવાનો અર્થ છે ચંદ્રમાના ચરણનો પ્રથમ દિવસ. તહેવાર પાકની સિઝનની શરુઆતનું પ્રતીક છે.
ગુડી પડવાના દિવસે જાહેર રજા હોવા છતાં પણ બીએમસી પ્રશાસને ભાયખલામાં આવેલ રાનીબાગમાં પ્રાણી ઉદ્યાનને ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રાણી ઉદ્યાનના નિર્દેશક ડો. સંજય ત્રિપાઠીએ જણાવ્યું કે, રજાનો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં પર્યટકો આવવાની આશા છે. પર્યટકોની સુવિધાને જોતા અમે ગુડી પડવાના દિવસે પણ પ્રાણી સંગ્રહાલય ખુલુ રાખવાનો નિર્ણય કર્યો છે.