

મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. મામલામાં રેકોર્ડ ઘટાડાના 42 દિવસ બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર દેશનું સૌથી વધુ પ્રભાવિત (Covid-19) રાજ્ય બની ગયું છે. 3365 નવા કોવિડ-19 દર્દીઓ સાથે મહારાષ્ટ્રે કેરળ (Kerala)ને પણ પાછળ મૂકી દીધું છે. કેરળમાં સોમવારે 2884 દર્દીઓ નોંધાયા હતા. ખાસ વાત એ છે કે મહારાષ્ટ્રમાં ગત 30 નવેમ્બર બાદ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 87,20,822 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,121 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 81 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,09,25,710 થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 6 લાખ 33 હજાર 25 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 11,805 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,36,872 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,55,813 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)


વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 20,73,32,298 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 6,15,664 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 249 નવા કેસ નોંધાયા હતા જ્યારે 280 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.70 ટકા પર પહોંચ્યો છે. કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4401 પર પહોંચ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)


ગુજરાતમાં હાલ 1708 એક્ટિવ કેસ છે, જેમાંથી 27 લોકો વેન્ટિલેટર પર અને 1681 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,59,384 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)


અમદાવાદ કોર્પોરેશનમાં 47, સુરત કોર્પોરેશન 35, વડોદરા કોર્પોરેશમાં 34, રાજકોટ કોર્પોરેશન 29, વડોદરા 10, રાજકોટ-8, ગીર સોમનાથ, ખેડા અને નર્મદામાં 7-7 કેસ નોંધાયા હતા. (પ્રતીકાત્મક તસવીર)