Home » photogallery » national-international » BFને પપ્પા કહેવા માટે પુત્રીને દબાણ કરતી હતી માતા, બાળકીએ જાણાવ્યું અંકલે કેવી રીતે મમ્મીને મારી નાંખી

BFને પપ્પા કહેવા માટે પુત્રીને દબાણ કરતી હતી માતા, બાળકીએ જાણાવ્યું અંકલે કેવી રીતે મમ્મીને મારી નાંખી

મૃતકની પાંચ વર્ષની પુત્રએ જણાવ્યું કે તેની મમ્મી તેને કહેતી હતી કે સૌરભ અંકલ તારા પપ્પા છે. તું એને પપ્પા કહીને બોલાવ.

विज्ञापन

  • 18

    BFને પપ્પા કહેવા માટે પુત્રીને દબાણ કરતી હતી માતા, બાળકીએ જાણાવ્યું અંકલે કેવી રીતે મમ્મીને મારી નાંખી

    ઇન્દોરઃ આડા સંબંધો અને પરિણીત મહિલાઓ અથવા પુરુષોના પ્રેમનો (love story end) અંત હંમેશા ખતરનાક આવતો હોય છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા ઈન્દોર (Indore murder case) શહેરમાં સામે આવી હતી. જ્યાં પ્રેમીએ પોતાની પ્રેમિકાને તેની પુત્રી (BF killed GG) સામે જ મોતને ઘાટ ઉતારી હતી. હવે આ મામલો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ પૂછપરછમાં મૃતકની પાંચ વર્ષની પુત્રએ જણાવ્યું કે તેની મમ્મી તેને કહેતી હતી કે સૌરભ અંકલ તારા પપ્પા છે. તું એને પપ્પા કહીને બોલાવ. તે પોતાની પુત્રીને પ્રેમીને પપ્પા કહેવડાવવા માટે દબાણ કરતી હતી.

    MORE
    GALLERIES

  • 28

    BFને પપ્પા કહેવા માટે પુત્રીને દબાણ કરતી હતી માતા, બાળકીએ જાણાવ્યું અંકલે કેવી રીતે મમ્મીને મારી નાંખી

    ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના ઇન્દોર (Indore District) જિલ્લામાં એક 26 વર્ષની મહિલાની કાતરથી ગળા અને મોઢા પર ઘા મારીને હત્યા કરવામાં આવી છે. આ બનાવ લસુડિયા (Lasudiya)ના ગ્યાનશીલ સુપર સીટી વિસ્તારમાં બન્યો હતો. મહિલાની હત્યા (Murder) તેની છ વર્ષની દીકરીની નજર સામે જ કરવામાં આવી હતી. કમકમાટી ઉપજાવે તેવી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 38

    BFને પપ્પા કહેવા માટે પુત્રીને દબાણ કરતી હતી માતા, બાળકીએ જાણાવ્યું અંકલે કેવી રીતે મમ્મીને મારી નાંખી

    સીસીટીવીમાં જોઈ શકાય છે કે પ્રિયા અગ્રવાલ નામની મહિલા ગળા અને ચહેરા પરથી લોહી નીકળી રહ્યું હોય તેવી હાલતમાં એક દુકાનમાંથી દોડીને બહાર આવે છે. આ દરમિયાન તેની છ વર્ષની દીકરી તેના તરફ દોડી આવે છે. જોકે, પ્રિયા તેણીને નજીક આવવાની ના કહે છે. આ દરમિયાન હત્યારો સ્કૂટર ચલાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે. (તસવીર એશિયા નેટ ન્યૂઝ)

    MORE
    GALLERIES

  • 48

    BFને પપ્પા કહેવા માટે પુત્રીને દબાણ કરતી હતી માતા, બાળકીએ જાણાવ્યું અંકલે કેવી રીતે મમ્મીને મારી નાંખી

    આ કેસમાં આરોપી સૌરભ ઉર્ફે ગોલુ ગોત્રેની ધરપકડ કરી લેવામાં આવી છે. લસુડિયા પોલીસ ઇન્ચાર્જ ઇન્દ્રમણી પટેલે જણાવ્યું હતું કે, "આરોપી પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેનું કહેવું હતું કે મહિલા તેની સાથે સરખી રીતે વાત કરતી ન હતી. ભૂતકાળમાં તેણીએ તેની સાથે ગેરવર્તન કર્યું હતું." પોલીસના કહેવા પ્રમાણે ગુરુવારે સાંજે સાત વાગ્યે સૌરભે પ્રિયાને ફોન કર્યો હતો અને એક ખાલી પ્લોટ ખાતે મળવા આવવાનું કહ્યું હતું.

    MORE
    GALLERIES

  • 58

    BFને પપ્પા કહેવા માટે પુત્રીને દબાણ કરતી હતી માતા, બાળકીએ જાણાવ્યું અંકલે કેવી રીતે મમ્મીને મારી નાંખી

    "પ્રિયા જ્યારે તેની દીકરી સાથે આવી પહોંચી ત્યારે સૌરભે તેની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન સૌરભે તેના હાથમાં રહેલી બે કાતરથી પ્રિયાના ગળા પર તેની દીકરીની નજર સામે જ ઉપરા ઉપરી ઘા મારી દીધા હતા," તેમ એએસપી રાજેશ રઘુવંશીએ જણાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 68

    BFને પપ્પા કહેવા માટે પુત્રીને દબાણ કરતી હતી માતા, બાળકીએ જાણાવ્યું અંકલે કેવી રીતે મમ્મીને મારી નાંખી

    આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. જેમાં જોઈ શકાય છે કે પ્રિયા દોડીને આવે છે અને પગથિયા પર ઢળી પડે છે. તેણીને જ્યાં સુધી ભાન રહ્યું હતું ત્યાં સુધી તે આરોપી સામે જોઈ રહી હતી. આ દરમિયાન આરોપો ત્યાંથી સ્કૂટર લઈને ફરાર થઈ જાય છે. આસપાસના લોકોએ પ્રિયાને બેભાન હાલતમાં હૉસ્પિટલ ખસેડી હતી.

    MORE
    GALLERIES

  • 78

    BFને પપ્પા કહેવા માટે પુત્રીને દબાણ કરતી હતી માતા, બાળકીએ જાણાવ્યું અંકલે કેવી રીતે મમ્મીને મારી નાંખી

    આ બનાવ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ત્રણ ટીમ બનાવી હતી. બનાવના કલાકોમાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. એએસપી રઘુવંશીએ વધુમાં જણાવ્યું હતું કે, "પીડિત મહિલાના પતિ શ્યામ અગ્રવાલે અમને જણાવ્યું હતું કે પ્રિયા એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે આરોપીને મળી હતી. બંને વચ્ચે અફેર હોવાની વાતની તેને જાણ હતી." (તસવીર એશિયા નેટ ન્યૂઝ)

    MORE
    GALLERIES

  • 88

    BFને પપ્પા કહેવા માટે પુત્રીને દબાણ કરતી હતી માતા, બાળકીએ જાણાવ્યું અંકલે કેવી રીતે મમ્મીને મારી નાંખી

    ફોરેન્સિક નિષ્ણાત મયુરી થાનવરે જણાવ્યું હતું કે જે જગ્યાએ પ્રિયાની હત્યા કરવામાં આવી હતી ત્યાં 13 ફૂટ લાંબો લોહીનો રેલી જોવા મળ્યો હતો. તેણીના ચંપલ પણ ત્યાંથી મળી આવ્યા હતા. હત્યામાં અન્ય કોઈ લોકો શામેલ છે કે નહીં તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે.

    MORE
    GALLERIES