ઉલ્લેખનિય છે કે 27 એપ્રિલે અરુણ મિશ્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પણ ક્વોરન્ટાઇન થયો ન હતો. પ્રશાસને તેના ઘરે કોઇપણ પ્રકારની નોટિસ પણ લગાવી ન હતી. આ પછી યુવક 29 એપ્રિલે એક લગ્ન સમારંભમાં સામેલ થયો હતો અને બધી વિધિમાં લગ્નમાં લોકો સાથે રહ્યો હતો. વરરાજા અને દુલ્હન સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ વાતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ગામમાં એક બાદ એક લોકો બીમાર પડવા લાગ્યા. હાલત એવી છે કે ગામમાં એક જ દિવસમાં 40 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી અમુક લોકોની હાલત ગંભીર પણ છે.
તંત્રને આ અંગેની જાણકારી મળ્યા બાદ ગામને રેડ ઝોનમાં નાખી દેવામાં આવ્યું છે. હાલ ગામમાંથી બહાર જવા અને ગામમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગામમાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. તંત્રએ ગામના લોકોને વિનંતી કરી છે કે કોઈ પણ કાળે કોઈ વ્યક્તિ ગામમાંથી બહાર ન નીકળે. ગામમાં એકા એક કોરોના બોમ્બ ફૂટી જતાં સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસે કોરોનાનું સંક્રમણ ફેલાવનાર યુવક અને તંત્રને જાણ કર્યાં વગર લગ્ન યોજનાર ત્રણ લોકો સામે કેસ દાખલ કર્યો છે.