મધ્યપ્રદેશના (Madhya pradesh) ખારગોનથી 80 કિલોમીટર દૂર બરવાહમાં એક ઘરના બે દીકરાઓએ 24 કલાકમાં જ દુનિયાને અલવિદા કહી દીધું છે. જેથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માત્ર 24 કલાકમાં જ બે સગા ભાઈઓએ (two brother) પોતાને ગળેફાંસે આપીને જીવન ટૂંકાવી (suicide) દીધું છે. નાના ભાઈ આકાશે મોટા ભાઇને મુખાગ્નિ આપી હતી. તેના વિરહમાં નાના ભાઇએ 18 જ કલાકમાં પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું છે. (મોટાભાઇ અને નાના ભાઇની ફાઇલ તસવીર)
આ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું કે, સોનુની પત્ની થોડા સમય પહેલા પિયરમાં ગઈ હતી તેમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેના કારણે સોનુએ આત્મહત્યા કરી હતી. 10 વર્ષ પહેલા સોનુ અને આકાશની બહેને પણ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આકાશ એક દિવસ પહેલા મોટાભાઈ સોનુનાના લગ્નના ફોટો જોઈને રડતો હતો. મોટા ભાઈની મોતનો આઘાત સહન ન કરી શકતાં તેણે આત્મહત્યા કરી લીધી હતી.
બરવાહ એસડીઓપી માનસિંહ ઠાકુરે કહ્યું છે કે, તિલક માર્ગમાં રહેતા સોનુ અને તેની પત્ની આશરે દોઢ વર્ષથી ઇન્દોરમાં રહે છે. બંને વચ્ચે વિવાદ થયો હતો આથી જ સોનુએ આત્મહત્યા કરી હતી. આ પછી આકાશ ડિપ્રેશનમાં આવી ગયો અને તે મોટા ભાઈની મોતનો આઘાત સહન ન કરી શક્યો. જેથી તેણે પણ પોતાને ફાંસી આપી. ફોરેન્સિક ટીમ ઘટનાઓની તપાસ કરી રહી છે. (નાના ભાઇની ફાઇલ તસવીર)