પ્રાપ્ત માહિતી અનુસરા, જબલપુર નજીક પાટણ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત ફોલ ઘાટી પાસે એક બોલેરો જીપનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન રસ્તા આવી રહેલી એક બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બસ સીધી એક્સિડન્ટ જોવા ઉભા રહેલા ટોળા પર આવી પલટી, જેમાં ચાર લોકોના મોત થયા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, બસમાં સવાર લોકો જાન લઈ લગ્ન પ્રસંગ માટે જઈ રહ્યા હતા. આ સમયે જબલપુર નજીક રોડ પર એક બોલેરો ગાડીનો અકસ્માત સર્જાયો હોવાથી લોકો અકસ્માત જોવા માટે ટોળુ કરી ઉભા હતી. આ સમયે બસ ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો અને બસ સીધી ઉભી રહેલી ભીડ પર જઈ પલટી મારી, આ દુર્ઘટનામાં બસની નીચે ચાર લોકો દટાઈ જવાથી મોતને ભેટ્યા સાથે બે પોલીસ કર્મી સહિત કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.