આર્યસમાજમાં લગ્ન કર્યા બાદ પત્નીથી પીછો છોડવવા માંગતો હતો ફૌજી પતિ, 5 લાખની સોપારી આપી કરાવી હત્યા
ત્રણ આરોપીઓએ કામાક્ષીને કહ્યું કે તેનો પતિ આગર માલવા બોલાવી રહ્યો છે. આમ ત્રણે આરોપીઓ તેની પત્નીને કારમાં લઈ ગયા હતા. જંગલમાં લઈ જઈને ગળુ દબાવીને મારી નાંખી હતી.


મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) પતિ પત્નીના સંબંધોને શર્મશાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પતિએ પોતાની પત્નીની સોપારી આપીને (Husband killed wife) હત્યા કરાવી દીધી હતી. પોલીસે 7 દિવસમાં આ સનસનીખેજ મામલાનો પર્દાફાશ કર્યો હતો. 14 જાન્યુઆરીએ સુસનેર પોલીસ સ્ટેશન (susaner police station) વિસ્તારમાં પાલડા ગામ પાસે સુમસામ વિસ્તારમાં પોલીસને એક અજ્ઞાત મહિલાની (woman dead body found) લાશ મળી હતી. જેના શરીર ઉપર પુરા કપડા પણ ન હતા. ચહેરા ઉપર ઈજાના નિશાન હતા. પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ ગળું દબાવાનું સામે આવ્યું હતું.


પોલીસ સામે મોટો પડકાર મહિલાની ઓળખ કરવાનો હતો. આગર-માલવા એસપીએ મામલાને ગંભીરતાથી લઈને મહિલાના પોસ્ટર લગાવડાવ્યા હતા. ગામ ગામ જઈને પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા પગારિયામાં રહેતી હતી. ત્યારબાદ પોલીસની ટીમે પગારિયા પહોંચીને મકાન માલિક સાથે પૂછપરછ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું. મહિલાનો પતિ અર્જૂન ફૌજી અને અન્ય લોકો 2000 રૂપિયા મહિનાના ભાડા ઉપર રૂમ અપાવીને ગયા હતા. મહિલાનું નામ કામાક્ષી હતું જે મૂળરૂપથી છિંદવાડાની રહેવાસી છે.


છિંદવાડા જઈને મૃતકના પરિવાજનોને બોલાવીને દફન કરેલી લાશની ઓળખ કરાવી હતી. કામાક્ષીના ભાઈએ જણાવ્યું કે અર્જુન ફૌજીએ લગ્નની લાલચ આપીને તેની બહેન સાથે આડા સંબંધો બાંધ્યા હતા. તેની ફરિયાદ પોલીસમાં કરી તો ફૌજીએ આર્ય સમાજના મંદિરમાં લગ્ન કરી લીધા હતા.


ફૌજીએ પોતાના સંબંધોનો પીછો છોડાવવા માટે 3 લોકોને 5 લાખ રૂપિયાની સોપારી આપી હતી. ત્રણ આરોપીઓએ કામાક્ષીને કહ્યું કે તેનો પતિ આગર માલવા બોલાવી રહ્યો છે. આમ ત્રણે આરોપીઓ તેની પત્નીને કારમાં લઈ ગયા હતા. જંગલમાં લઈ જઈને ગળુ દબાવીને મારી નાંખી હતી.