ભોપાલ: મધ્ય પ્રદેશના ધાર (Dhar)માં અજીબ સ્થિતિ ઊભી થઈ છે. અહીં જાન લઈને જઈ રહેલો દુલ્હો (Groom) કોરોના પોઝિટિવ (Corona positive) નીકળ્યો હતો. આવી સ્થિતિમાં લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. એટલું જ નહીં, દુલ્હાને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. થયું એમ હતું કે ધારના બાગ ગામમાં દુલ્હા અને જાન લઈને જઈ રહેલી ગાડીનો ડ્રાઇવર કોરોનો સંક્રમિત નીકળ્યો હતો. જે બાદમાં તંત્રએ દુલ્હા અને ડ્રાઇવર બંનેને વિવાહ સ્થળની જગ્યાએ હૉસ્પિટલ મોકલ્યા હતા.
બનાવ-2: લગ્ન પહેલા જ વરરાજાનું મોત: આને ભાગ્યનો નિર્ણય અથવા ભાગ્યની ક્રૂર મજાક કહો. સાત ફેરા લે તે પહેલા, જાન નીકળવાની જગ્યાએ અંતિમયાત્રા નીકળી છે. ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. મંડપ સજાવી દેવામાં આવ્યો હતો અને બે દિવસ પછી બરાત નીકળવાની હતી, પરંતુ વરરાજા ઘરમાંથી અરથી નીકળી હતી. આ દુઃખદાયક ઘટના મધ્યપ્રદેશના રતલામના રાણીગાંવથી સામે આવી છે, જ્યાં એક પરિવારમાં લગ્નની ખુશી રાતોરાત શોકમાં ફેરવાઈ ગઈ છે.
રાણીગામના ડોડીયા પરિવારના વરરાજા અજયસિંહની જાન 7 મેના રોજ નજીકના અંબા ગામ જવાની હતી, પરંતુ લગ્નના 2 દિવસ પહેલા જ 24 વર્ષીય વરરાજા અજયસિંહની અચાનક તબિયત લથડી હતી. પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે જાવરાની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન જ વરરાજાએ દમ તોડી દીધો છે. (પ્રતીકાત્મક તસવીર: Shutterstock)