મધ્યપ્રદેશના છત્તીસગઢના કોડા ગામમાં રહેતા અશોક ચક્રધારીએ 24થી 40 કલાક સુધી પ્રજ્વલિત રહી શકે એવો માટીનો દીવો બનાવ્યો છે. આ દીવા માટે તેમને નેશનલ મેરિટ અવૉર્ડ સર્ટિફિકેટથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આપને જણાવીએ કે અશોક ચક્રધારી એક શિલ્પકાર છે અને ઘણાં વર્ષોથી તે આ જ કામ કરી રહ્યા છે.
2/ 4
અશોક ચક્રધારીનું કહેવું છે કે, તેમણે 35 વર્ષ પહેલાં આવો દીવો જોયો હતો, જેને ધ્યાનમાં રાખીને જ આ દીવો તૈયાર કર્યો છે. આ દીવો સતત 40 કલાક સુધી બળતો રહે એવો છે.
3/ 4
આ દીવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. જેનાથી તેમને રાતોરાત સોશિયલ મીડિયા થકી દીવા માટેના ઓર્ડર મળવા લાગ્યા. ત્યારે છેક તેમને ખબર પડી કે, આ વીડિયોને કારણે દીવડો ભારે ડિમાન્ડમાં છે.
4/ 4
આ વર્ષે નવરાત્રિમાં જ તેમને દીવાની માગણી કરતો ફોન આવ્યો ત્યારે, તેમને ઇન્ટરનેટ પર દીવાનો વીડિયો વાઇરલ થયો હોવાની જાણ થઈ હતી. અશોક ચક્રધારી જણાવે છે કે. અમે રોજ આવા 50થી 60 દીવા તૈયાર કરીએ છીએ, જેની કિંમત 200થી 250 રૂપિયા રાખી છે.