Home » photogallery » national-international » PHOTOS: ચારે તરફ સ્મશાનથી ઘેરાયેલ છે આ મંદિર, બગલામુખી માતાની પૂજા કરવાથી દુશ્મનો નજીક પણ નહીં આવે

PHOTOS: ચારે તરફ સ્મશાનથી ઘેરાયેલ છે આ મંદિર, બગલામુખી માતાની પૂજા કરવાથી દુશ્મનો નજીક પણ નહીં આવે

ચૈત્ર નવરાત્રિની શરુઆત થઈ ચુકી છે. દુનિયાભરમાં ભક્તો માતાની આરાધનામાં લીન છે. ભક્ત શક્તિપીઠોમાં જઈને માતા પાસે શક્તિ અને ભક્તિની કામના કરી રહ્યા છે. આવું જ એક શક્તિપીઠ મધ્ય પ્રદેશના આગરા માલવામાં આવેલ છે. જિલ્લાના નલખેડામાં બગલામુખી શક્તિપીઠ છે. આ શક્તિપીઠ ચારો તરફથી શ્મશાનથી ઘેરાયેલ છે. માન્યતા છે કે માતાના આશીર્વાદ મળ્યા બાદ કોઈ પણ પ્રકારના દુશ્મન તેમના ભક્તો પાસે આવતા નથી.

  • 15

    PHOTOS: ચારે તરફ સ્મશાનથી ઘેરાયેલ છે આ મંદિર, બગલામુખી માતાની પૂજા કરવાથી દુશ્મનો નજીક પણ નહીં આવે

    ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરથી લગભગ સો કિમી દૂર ઈશાન ખૂણામાં આવેલ આગર માલવા જિલ્લામાં છે. જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિમી દૂર નલખેડામાં લખુન્દર નદીના તટ પર પૂર્વી દિશામાં વિરાજમાન છે મા બગલામુખી. મંદિરની નજીકનું એરપોર્ટ ઈન્દોર છે. તેનુ અંતર ઉજ્જૈનથી આવવા પર 160 કિમી પડે છે. આ ઉપરાંત નલખેડા પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન ઉજ્જૈન છે. અહીંથી મંદિરનું અંતર 100 કિમી છે. આગર માલવા જિલ્લા ઈન્દોર અને ઉજ્જૈન ઉપરાંત ભોપાલ, કોટા અને અન્ય શહેરોથી રોડ માર્ગ જઈ શકાશે.

    MORE
    GALLERIES

  • 25

    PHOTOS: ચારે તરફ સ્મશાનથી ઘેરાયેલ છે આ મંદિર, બગલામુખી માતાની પૂજા કરવાથી દુશ્મનો નજીક પણ નહીં આવે

    નવરાત્રિમાં બગલામુખી મંદિરનું મહત્વ વધી જાય છે. અહીં હવન કરવાથી શત્રુઓ પર વિજયી પ્રાપ્ત થાય છે. અડચણો દૂર થાય છે. સંભવત: ભારતમાં અહીં એકમાત્ર એવું મંદિર છે, જ્યાં માતા સ્વયંભૂ મૂર્તિમાં ત્રણ દેવીઓ સમાયેલી છે. મધ્યમાં માતા બગલામુખી, ડાબી બાજૂ લક્ષ્મી માતા અને જમણી બાજૂ સરસ્વતી માતા વિરાજમાન છે. માતા બગલામુખીને મહારુદ્રની મૂળ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીનકાળમાં અહીં બગાવત નામનું ગામ આવેલ છે. અહીં વિશ્વ શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ છે.

    MORE
    GALLERIES

  • 35

    PHOTOS: ચારે તરફ સ્મશાનથી ઘેરાયેલ છે આ મંદિર, બગલામુખી માતાની પૂજા કરવાથી દુશ્મનો નજીક પણ નહીં આવે

    કહેવાય છે કે, મહાભારત કાળમાં પાંડવ જ્યારે મુશ્કેલીમાં હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેમને મા બગલામુખીની આ જગ્યાની ઉપાસના કરવા માટે કહ્યું હતું. તે સમયે માની મૂર્તિ એક ચબૂતરા પર વિરાજિત હતા. પાંડવોએ આ ત્રિગુણ શક્તિ સ્વરુપાની આરાધના કરી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી પોતાનું ખોવાયેલ રાજ્ય પાછુ લઈ લીધું.

    MORE
    GALLERIES

  • 45

    PHOTOS: ચારે તરફ સ્મશાનથી ઘેરાયેલ છે આ મંદિર, બગલામુખી માતાની પૂજા કરવાથી દુશ્મનો નજીક પણ નહીં આવે

    આપને જણાવી દઈએ કે, ચૂંટણીના સમયમાં પણ બગલામુખીની આરાધનાનું જબરદસ્ત મહત્વ માનવામાં આવે છે. મોટા મોટા નેતા અને તેના પરિજન મંદિરમાં માથુ ટેકવા આવે છે અને હવન કરતા જોઈ શકાય છે. કહેવાય છે કે, તેની શ્રદ્ધા અનુસાર તેમને ફક્ત ટિકિટ જ નથી મળતી, પણ ચૂંટણી જીતી જાય છે. આ ઉપરાંત વેપાર, ચૂંટણી, કોર્ટ-કચેરીના કિસ્સામાં પણ વિજય પ્રાપ્ત કરવા અને પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે લોકો દેશના ખૂણે ખૂણેથી અહીં આવે છે.

    MORE
    GALLERIES

  • 55

    PHOTOS: ચારે તરફ સ્મશાનથી ઘેરાયેલ છે આ મંદિર, બગલામુખી માતાની પૂજા કરવાથી દુશ્મનો નજીક પણ નહીં આવે

    માં બગલામુખીની આ વિચિત્ર અને ચમત્કારી મૂર્તિની સ્થાપનાનું કોઈ ઐતિહાસિક પ્રમાણ તો નથી મળતું. પણ કિવંદિતી છે કે, આ મૂર્તિ સ્વયં સિદ્ધ સ્થાપિત છે. કાલ ગણના હિસાબથી આ સ્થાન લગભગ પાંચ હજાર વર્ષ પહેલા સ્થાપિત કર્યું છે. પ્રાણ તોષિણી, તંત્ર વિદ્યા પર આધારિત એક પુસ્તક છે. તેમાં માં બગલામુખીની ઉત્પતિ વિશે જણાવ્યું છે. કહેવાય છે કે સતયુગમાં એક એવું વિનાશકારી તોફાન આવ્યું, જેમાં સંપૂર્ણ વિશ્વનો નાશ કરવાની ક્ષમતા હતી. આ તોફાનને રોકવા માટે ભગવાન વિષ્ણુએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હરિન્દ્રા સરોવર નજીક તપસ્યા કરી. તેમની આ તપસ્યાથી પ્રસન્ન થઈને ચતુર્દશી તિથિએ માતા બગલામુખી પ્રકટ થયા અને તે વિનાશકારી તોફાનથી વિશ્વની રક્ષા કરી.

    MORE
    GALLERIES