

Jagannath Puri Rath Yatra 2020 : સુપ્રીમ કોર્ટ દ્વારા પૂરીમાં ભગવાન જગન્નાથની પાવન રથયાત્રા નીકાળવાના આદેશ પછી આજે હર્ષો ઉલ્લાસ સાથે પુરમાં ભગવાન જગન્નાથની નીકળી હતી. જો કે કોરોના કાળમાં નીકળેલી આ રથયાત્રા અનેક રીતે અલગ હતી. કોરોના સમયમાં ઓછામાં ઓછા લોકોની ભીડ સાથે આ યાત્રા નીકાળવાની અનુમતિ સુપ્રીમ કોર્ટે આપી હતી. જે મુજબ દર વર્ષે જે 1,500 લોકો આ ત્રણેય રથને નગરયાત્રા માટે ખેંચતા હતા તેના બદલે આ વખતે ખાલી 500 લોકો દ્વારા જ આ રથ ખેંચવામાં આવશે. આજે બપોરે 12 વાગે આ રથયાત્રાને નીકાળવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે કોરોના સમયમાં ભક્તોને આ રથયાત્રામાં સામેલ થવા પર રોક લગાવવામાં આવી છે. મંગળવારે નીકળેલી આ રથયાત્રા પૂરી કરીને ભગવાન જગન્નાથ, તેમનો ભાઇ બાલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે મોસીના ઘર મુખ્ય મંદિર જે અહીંથી થોડું જ દૂર છે ત્યાં જશે. અને સાત દિવસ અહીં રહ્યા પછી આઠમાં દિવસે ફરી મુખ્ય મંદિર પરત ફરશે.


પુરીના જગન્નાથ મંદિરને પણ રથયાત્રા શરૂ કરતા પહેલા સેનેટાઇજ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ મુજબ તેમાં 500થી વધુ લોકો સામેલ નહીં થાય.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કરીને લોકોને રથયાત્રાની શુભકામનો આપી છે. પીએમએ કહ્યું કે આ આયોજનથી દેશવાસીઓના જીવનમાં ખુશી, સમુદ્ધિ અને સૌભાગ્ય લઇને આવે તેવી પ્રભુને પ્રાર્થના.


વધુમાં રથયાત્રા પહેલા કોર્ટના આદેશ મુજબ પુરી જગન્નાથ મંદિરના તમામ પુજારી અને જે સેવકો રથ ખેંચવાના છે તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. એક સેવક પોઝિટિવ આવતા તેને રથયાત્રામાં સામેલ નથી કર્યું. સાથે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટેસિંગ સાથે આ રથયાત્રા નીકાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


રાજ્યના પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં કર્ફ્યૂ જેવો બંધ લાગુ કરવામાં આવ્યો છે. સાથે જ પુરીના તમામ પ્રવેશ બિંદુને સીલ કરવામાં આવ્યા છે. વધુમાં યાત્રામાં જોડાયેલા વહાનને છોડ અન્ય કોઇ વહાનને નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ પોલીસની 50થી વધુ ટુકડી આ વ્યવસ્થાને બનાવી રાખવામાં માટે તૈનાત કર્યા છે.