બરેલીઃ ઉત્તર પ્રદેશના (uttar pradesh) બરેલીમાં શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બરેલીના શિક્ષક અવધેશ કુમારની (teacher murder case) હત્યામાં સામેલ પપ્પુ જાટવના પરિવારને બરેલી (bareli central jail) જિલ્લા જેલમાં મોકલી આપ્યા છે. આ ઉપરાંત વિનિતા અને અન્ય હત્યારાઓની શોધમાં પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ (police) સુત્રોના જણાવ્યા પ્રમાણે એટાનાજિરોલી નિવાસ પ્રતાપ સિંહ ઉર્ફે પપ્પુ જાટવનો પણ અવધેશ કુમારની હત્યામાં સમાવેશ થાય છે. જેલ મોકલેલા હિસ્ટ્રીશીટર શેર સિંહ ઉર્ફે ચીકૂની સાથે તેણે પણ હત્યા તેમજ લાશને ઠેકાણે પાડવાની મદદ કરી હતી. તે દિલ્હી (delhi) ફરાર થઈ ગયો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે પતિ પત્ની વચ્ચે ઉંમરમાં પણ મોટો તફાવ હતો. જેના કારણે સીધા સાદા મિજાજી અવધેશના લગ્નજીવનમાં ઝેર ઘોળાયું હતું. શિક્ષક પતિ અવધેશની ઉંમર 43 વર્ષ હતી જ્યારે તેની પત્ની વિનિતા ઉર્ફે બિંદુની ઉંમર 31 વર્ષની છે. પત્ની બિંદુ બ્યૂટીપાર્લર ચાલવતી હતી. વિનિતા બિંદાસ જિંદગી જીવવા માટે ટેવાયેલી હતી. સરકારી નોકરીના ચક્કરમાં 12 વર્ષ પહેલા વિનિતાએ અવધેશ સાથે લગ્ન તો કરી લીધા પરંતુ તેના વિચારોએ અવધેશના વિચારો સાથે મેળ જ ના ખાધો.