જ્યારે ઈન્દિરા ગાંધી પીએમ હતાં તો તેમની એક તસવીર અખબારોમાં ચર્ચાનો વિષય બની હતી. તે તસવીરમાં ઈન્દિરા એક વાઘને વહાલ કરતા જોવા મળ્યા હતા. કંઈક આવો જ નજારો ગુરુવારે રાયબરેલીમાં જોવા મળ્યો જ્યારે તેમની પૌત્રી અને કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી મદારીઓની વસતીમાં પહોંચીને કોબ્રા સાપથી રમતી જોવા મળી.
મૂળે, પ્રિયંકા ગાંધીમાં દાદી ઈન્દિરાની છબિ દેખાય છે. તેમનું કહેવું છે કે પ્રિયંકાની ભાષા શૈલીથી લઈને નાક અને નક્શાનો પણ ઈિન્દિરાને મળતો આવે છે. આજે માતા સોનિયા ગાંધી માટે રાયબરેલીમાં પ્રચાર કરવા પહોંચેલી પ્રિયંકા મદારીઓના ગામ હંસાના પુરવા ગામ પહોંચી. પ્રિયંકા ગાંધીએ અહીં મદારીઓ સાથે મુલાકાત કરી.