પંજાબનાં જલંધરમાં રહેણાંક વિસ્તારમાં દિપડો ચડી આવ્યો હતો. . સ્થાનિક વિસ્તારમાં અફડા-તફડી મચી ગઇ હતી. રહેણાંક વિસ્તારમાં દિપડો દેખાતા લોકો નાશભાગ કરવા લાગ્યા હતા. દિપડો લોકો પાછળ ભાગતા લોકો વંડીઓ ઠેકી ગયા હતા. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. ચાર કલાકની જહેમત બાદ દિપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઇ ભલભલાનાં રુંવાડા ઉભા થઇ જાય. જંગલો કપાતા વન્યપ્રાણીઓ માટે મુશ્કેલી ઉભી થઇ છે.