આગ્રાઃ ઓક્સીજનની (oxygen crisis) અછત કેવા લોકોને મોતની મંજૂર દેખાડે છે તેનો તાજું ઉદાહરણ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) આગ્રા શહેરમાં (Agra city) જોવા મળ્યું હતું. મહામારીના મુશ્કેલ હાલતમાં મજબૂર પતિએ (husband died) પત્નીના ખોળમાં જ જીવ દમ તોડ્યો હતો. લાચાર પત્ની લાખ કોશિશો કરવા છતાં પણ પોતાના પતિને બચાવી શકી નહીં અને પત્નીની બાહોમાં જ પતિએ દુનિયાને અલવિદા કહ્યું હતું. જેણે પણ આ દ્રશ્ય જોયું એ સહમી ગયા હતા.
ઓક્સીજનની અછતના કારણે એક પત્ની એ પ્રકારે લાચાર અને બેબસ બની ગઈ કે તેણે પતિનો જીવ બચાવવા માટે મોંઢાથી શ્વાસ આપ્યો હતો. પરંતુ પતિ બચી ન શક્યો. પતિને જ્યારે ઓક્સીજન ન મળ્યો તો તેને મોંઢાથી ઓક્સીજન આપવાની કોશિશ કરી હતી. અને આ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો હતો. ઓટો રીક્ષામાં મોંઢાથી શ્વાસ આપવાની આ તસવીર વાયરલ થઈ રહી છે. (તસવીર twitter)