રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ અને તેના પરિવાર માટે સોમવારનો દિવસ ખાસ રહ્યો હતો. હકીકતમાં જોઈએ તો, સોમવારે લાલૂ પરિવારમાં એક નવા મહેમાનનું આગમન થયું છે. લાલૂ પ્રસાદના ઘરમાં લક્ષ્મી સ્વરુપ નાની બાળકી આવી છે. તેજસ્વી યાદવની પત્ની રાજશ્રીને સોમવારે પુત્રી રત્ન પ્રાપ્ત થઈ છે. જેવી રાજશ્રી માતા બની કે, લાલૂ પરિવાર સહિત તેમના પ્રશંસકોમાં ખુશીની લહેર દોડવા લાગી હતી.