Home » photogallery » national-international » વુહાનની લેબમાં જ નહીં, આ દેશોમાં પણ ઘાતક પેથોજન પર પ્રયોગો ચાલી રહ્યા છે

વુહાનની લેબમાં જ નહીં, આ દેશોમાં પણ ઘાતક પેથોજન પર પ્રયોગો ચાલી રહ્યા છે

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના ફેલાવાનું કારણ અને તે સૌ પ્રથમ ક્યાંથી ફેલાયો તે જાણવા માટે આતુર છે. આ દરમિયાન સૌથી વધુ સવાલ વિશ્વના દેશોએ ચીનની વુહાન લેબ પર ઉઠાવ્યા છે

विज्ञापन

  • 16

    વુહાનની લેબમાં જ નહીં, આ દેશોમાં પણ ઘાતક પેથોજન પર પ્રયોગો ચાલી રહ્યા છે

    હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના ફેલાવાનું કારણ અને તે સૌ પ્રથમ ક્યાંથી ફેલાયો તે જાણવા માટે આતુર છે. આ દરમિયાન સૌથી વધુ સવાલ વિશ્વના દેશોએ ચીનની વુહાન લેબ પર ઉઠાવ્યા છે. કારણ કે ચીનના વુહાનમાંથી જ કોરોના ફેલાયો હતો અને આ લેબ પણ ત્યાં જ હોવાથી ચીન અનેક દેશોમાં શંકાના ઘેરામાં છે. પરંતુ હજુ સુધી એ વાત સાબિત થઇ શકી નથી. જોકે એ વાત તો જગ જાહેર છે કે ચીન આ પહેલા પણ અનેક વૈશ્વિક મહામારીઓનું જન્મદાતા રહી ચૂક્યુ છે. તેથી આ વખતે પણ ચીન પર આંગળીઓ ઊઠે તો તેમાં કોઇ નવાઇની વાત નથી. (પ્રતિકાત્મક તસવીર) (pixabay)

    MORE
    GALLERIES

  • 26

    વુહાનની લેબમાં જ નહીં, આ દેશોમાં પણ ઘાતક પેથોજન પર પ્રયોગો ચાલી રહ્યા છે

    આ વખતે વિશ્વના અનેક સધ્ધર દેશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પાસે વુહાન લેબ થિયરી અંગે સચોટ તપાસ કરવા માંગ ઉઠાવી રહ્યા છે. જોકે ચીન પણ આ અંગે જવાબ આપવાથી બચાવ પ્રયુક્તિ કરી રહ્યું છે. કોરોના વાયરસ વુહાનની લેબમાંથી લીક થયા અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ નનૈયો ભણી રહ્યું છે. થોડા સમય પહેલા જ WHOની એક ટીમ આ અંગે તપાસ કરવા ચીનના વુહાનમાં પહોંચી હતી. પરંતુ ત્યાર બાદ કોઇ ખાસ માહિતી સામે આવી નથી. આ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાની એક જાસૂસી ટીમને 90 દિવસમાં તેના મૂળ સુધી પહોંચવા કહ્યું છે. જો ચીનની કોઇ લાપરવાહી આ મહામારી પાછળ છે તો હવે તે વાત પરથી જલદી જ પડદો હટી જશે. ઉપરાંત વાયરસ ફેલાવાની વાત સાબિત થશે તો ચીનને આર્થિક અને રાજનૈતિક રીતે ઘાતક મહામારી ફેલાવા માટે અને વિશ્વને સંકટમાં મુકવા માટેની કિંમત ચૂકવવી પડી શકે છે. આ જ કારણ છે ચીન સતત વુહાન લેબને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે, જ્યાં કથિત રીતે અનેક ખતરનાક વાયરસ પર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. હાલ લેબને સીલ કરી દેવામાં આવી છે અને તેથી WHOને પણ તેની સરખી તપાસ કરવાનો મોકો મળ્યો નથી. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 36

    વુહાનની લેબમાં જ નહીં, આ દેશોમાં પણ ઘાતક પેથોજન પર પ્રયોગો ચાલી રહ્યા છે

    ઘણા વર્ષોથી ચીનના વેટ માર્કેટ પર ઘણા સવાલો ઉઠ્યા છે. સાર્સ, એવિયન ફ્લૂ અને હવે કોરોના વાયરસે વિશ્વભરને મુશ્કેલીમાં મુક્યું છે. ચીનના ખોરાક અંગે પણ અનેક સવાલો ઉઠે છે, જેમાં જંગલી અને ઝેરી જાનવરો મારીને ખાવામાં આવે છે. ચીમાં ઘણા પ્રકારના પ્રાણીઓના માંસ મળે છે. ચીનના લોકો સાપ-ગરોળીથી લઇને સીફૂડના નામે ઘણા પ્રકારના સમુદ્રી જીવોનું માંસ ખાય છે. ચીનના શહેરોમાં મીટ માર્કેટમાં આ બધુ ખુલ્લેઆમ મળે છે. ચીનના શહેરોની ગીચ વસ્તી અને ત્યાંના મીટ માર્કેટના કારણે ત્યાં અસંખ્ય બીમારીઓ ફેલાઇ રહી છે. કોરોના વાયરસનું કથિત જન્મદાતા ગણવામાં આવતી ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને સરકાર ચલાવે છે. જેમાં ઘણા ખૂફિયા પ્રયોગો થતા હોવાનું કહેવાય છે. અમેરિકાના નેશનલ પબ્લિક રેડિયોમાં આ વિશે વિશેષજ્ઞો દ્વારા કહેવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં અમેરિકાના પૂર્વ એશિયા એડવાઇઝર ડેવિડ ફેથનું કહેવું છે કે, વુહાનથી જ કોરોના વાયરસની શરૂઆત થવી અને વુહાનમાં જ વાયરસ પર સ્ટડી કરનાર લેબ હોવી આ બંને વાતો સંજોગ ન હોઇ શકે. (પ્રતિકાત્મક તસવીર) (pixabay)

    MORE
    GALLERIES

  • 46

    વુહાનની લેબમાં જ નહીં, આ દેશોમાં પણ ઘાતક પેથોજન પર પ્રયોગો ચાલી રહ્યા છે

    લેબની આ શ્રેણીને SL-4 કહેવાય છે. એટલે કે બાયોસેફ્ટી લેવલ 4. અહીં દુનિયાના સૌથી ખતરનાક પેથોજન હોય છે અને તેમના પર સતત પ્રયોગો થતા હોય છે. સામાન્ય રીતે આ તે જ વાયરસ અને બેક્ટેરિયા હોય છે, જેનો જાનલેવા અને કોઇ પણ ઇલાજ ન હોય તેવા હોય છે. આ જ કારણ છે કે આવા લેબ વસ્તીથી દૂર હોય છે. જેથી કોઇ દુર્ઘટના થાય તો પણ તેની અસર લોકો પર ન થાય. આ લેબની બિલ્ડિંગમાં પાણીથી લઇને હવાની સપ્લાઇ પણ અલગ હોય છે અને સંક્રમણ મુક્ત કરવાની સિસ્ટમ પણ અલગ હોય છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 56

    વુહાનની લેબમાં જ નહીં, આ દેશોમાં પણ ઘાતક પેથોજન પર પ્રયોગો ચાલી રહ્યા છે

    અમેરિકાના ગવર્નમેન્ટ એકાઉન્ટેબિલીટી ઓફિસ અનુસાર એકલા અમેરિકામાં જ કુલ 15 લેવલ 4 લેબ છે. જ્યાં જીવલેણ બિમારી ફેલાવનાર પેથોજન પર પ્રયોગ ચાલતા હોય છે. ટેક્સાસની ટેક્સાસ બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ આ જ શ્રેણીની લેબ છે. વર્ષ 1941માં બનેલ આ લેબ સતત પેથોજન્સ પર કામ ચાલી રહ્યું છે. તેના માટે અહીં 60 વૈજ્ઞાનિક, 18 રિસર્ચર અને લગભગ 400 લોકોનો સ્ટાફ છે. આ અમેરિકાની એકમાત્ર ખાનગી લેબ છે જ્યાં લેવલ-4 પેથોજન પર કામ થાય છે. (પ્રતિકાત્મક તસવીર) (pixabay)

    MORE
    GALLERIES

  • 66

    વુહાનની લેબમાં જ નહીં, આ દેશોમાં પણ ઘાતક પેથોજન પર પ્રયોગો ચાલી રહ્યા છે

    રશિયામાં સ્ટેટ રિસર્ચ સેન્ટર ફોર વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજી વેક્ટરમાં પણ ઇલાજ અશક્ય હોય તેવી બીમારીઓ ફેલાવતા વાયરસ અને બેક્ટેરિયા પર સતત કામ થાય છે. 1974માં બનેલ આ લેબમાં સ્મોલપોક્સ અને હીપેટાઇસિસ પર ઘણું કામ થયું હતું. અહીં દુર્ઘટનાઓ પણ થાય છે. જેમ કે વર્ષ 2004માં એક રિસર્ચરે પોતાને ભૂલથી ઇબોલા વાયરસનું ઇન્જેક્શન લગાવી લીધું હતું અને 2 સપ્તાહમાં જ તેનું મોત થયું હતું. વર્ષ 2019ના સપ્ટેમ્બરમાં વિક્ટરમાં ગેસ બ્લાસ્ટ થયો હતો. જેમાં અસંખ્ય લોકો થર્ડ ડીગ્રી બર્ન થયા હતા. ત્યારે કોઇ પેથોજન ફેલાયો ન હતો. (પ્રતિકાત્મક તસવીર) (pixabay)

    MORE
    GALLERIES