

કોલકાતા કસ્ટમ વિભાગે અત્યાર સુધીનો મોટો પ્રાચીન મૂર્તિઓનો જથ્થો પકડી પડાવાની સફળતા મેળવી છે. એજન્સીએ અંદાજે 35.3 કરોડ રૂપિયાની કિંમતની 25 જેટલી પ્રાચીન સુંદર મૂર્તિઓ જપ્ત કરી છે. 23 ઓગસ્ટની રાતે પશ્ચિમ બંગાળના કસ્ટમ અધિકારીએ બાંગ્લાદેશ સીમા પાસે આવેલા દક્ષિણ દિનાજપુર જિલ્લામાં મૂર્તિઓ ભરેલી આ ટ્રકને અટકાવી હતી. અને તપાસ કરતા આ મૂર્તિઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ મૂર્તિઓને સાચવીને ઘાસ નીચે દબાવી સંતાડવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે કસ્ટમ વિભાગે આ છાપામારીમાં 25 જેટલી પ્રાચીન અને સુંદર પથ્થરની સુંદર કોતરણી કરેલી મૂર્તિઓ મળી છે. જેમાંથી કેટલીક કાંસ્યથી પણ બનેલી છે.


માનવામાં આવે છે કે આ તમામ મૂર્તિઓની ચોરી પ્રાચીન હિંદુ અને જૈન મંદિરોમાંથી કરવામાં આવી છે. જેમાં 11 ટેરાકોટાની મૂર્તિઓ પણ સામેલ છે.


તેવું માનવાામાં આવે છે કે આ તમામ મૂર્તિઓ 9મી અને 16મી સદીની છે. અને તેને વિદેશોમાં ઊંચી કિંમતે વેચવા માટે લઇ જવામાં આવતી હતી.


આ મૂર્તિમાં પાર્વતી દેવી, વિષ્ણુ ભગવાન, સૂર્યા, રાવણ, ગાધર્વ કન્યાની નૃત્ય કરતી સુંદર કલાકૃતિઓ સામેલ છે.


કસ્ટમ વિભાગે આ મૂર્તિઓની જાણકારો પાસે તપાસ કરાવતા જાણવા મળ્યું કે આ પ્રાચીન મૂર્તિઓની અંદાજીત 35.30 કરોડ કિંમત છે. આ પહેલા જાન્યુઆરી 2020માં પણ 11 કરોડની કિંમતની આવી 7 કલાકૃતિ કસ્ટમ વિભાગે જપ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતભરમાંથી આ રીતે પ્રાચીન મૂર્તિઓની ચોરી કરીને તેની તસ્કરી કરવામાં આવે છે. વિદેશમાં આ મૂર્તિઓને ઊંચી કિંમતે વેંચવામાં આવે છે. જો કે કોલકાતા કસ્ટમ આવા જ એક મોટો જથ્થાની તસ્કરી થતી રોકી છે.