અત્યાર સુધી માનવામાં આવતું હતું કે અમેરિકામાં માણસોની વસ્તી ઉત્તરી અમેરિકામાં માણસોની વસ્તી લગભગ 15000 વર્ષ પહેલાથી હતી. પણ મેક્સિકોની એક ગુફામાંથી કેટલાક તેવા અવશેષો મળ્યા છે જેણે આ ધારણાને ખોટી સાબિત કરી છે. વિજ્ઞાન આધારિત પત્રિકા નેચરમાં છપાયેલા એક વિસ્તૃત લેખમાં આ શોધ મામલે ચર્ચા કરવામાં આવી છે. જે મુજબ પુરાતત્વ વિશેષજ્ઞોએ અહીં પત્થરના કેટલાક ઓજારો મળ્યા છે. સાથે જ કેટલીક કલાકૃતિઓ છે. જે 20 હજાર વર્ષ કરતા પણ પહેલાની છે.
સ્ટડીના મુખ્ય લેખક સિપ્રિયાન આર્ડેલિયાન મુજબ આ ખબર કહેવામાં આવ્યું છે કે અહીં જે પણ પુરાવા મળ્યા છે તેના આધારે કહી શકાય કે અમેરિકામાં લાંબા સમયથી મનુષ્યોની વસ્તી રહેતી હતી. અને આ મામલે તે સમયની કલાકૃતિઓ પણ હાજર છે. આ વર્ષે મેક્સિકોની ગુફાથી જે ઓજાર મળ્યા ચે. તેને રેડિયોકાર્બન ડેટિંગ ટેકનોલોજીથી જોડી તેની ઉંમર નીકાળવાની પ્રયાસ કર્યો છે. જે 33000 હજાર વર્ષ જૂની હોવાનું અનુમાન છે. ધ્યાન દેવા જેવી વાત એ પણ છે કે અહીં માણસાના હાડકા અને ડીએનએના નમૂના પણ મળ્યા છે. ફોટો Pixabay થી સભાર
વર્ષ 2012માં મેક્સિકોના જૈકાટેકાસ પ્રાંતમાં આવેલ પહાડો વચ્ચે ચિકિહુઇટની ગુફામાં સધન શોધ કરનાર આર્ડેલિયાને 2018માં પત્થરના ઓજાર મળ્યા છે. વિશેષજ્ઞોએ આ ઓજાર કેટલા જૂના છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ગત બે દાયકાથી ક્લોવિસ સંસ્કૃતિના મોડલ પર વિવાદ ચાલી રહ્યો છે. કારણ કે અનેક પ્રાચીન વસ્તીઓના પુરાવા મળ્યા છે. એલ્બર્ટા યુનિવર્સિટીના પ્રોફેસર ગ્રૂને તમામ શોધોના અધ્યન પર કહ્યું છે કે ક્લોવિસ ટેકનીકથી પહેલા પણ અમેરિકામાં લોકો રહેતા હતા તેવું માનવામાં આવે છે. ફોટો Pixabay થી સભાર
આ ક્લોવિસ સંસ્કૃતિનો મતલબ તે છે કે પહેલા જેટલી શોધોની જાણકારી હતી તે પ્રમાણે અમેરિકામાં 15 હજાર વર્ષથી મનુષ્ય વસી રહ્યા છે તેમ મનાય છે. પણ અમેરિકાના અલાસ્કામાં ખાસ ઓજાર અને મેમથ તથા પ્રાચીન પ્રાણીના શિકારની જીવન જીવતા હતા તેમ મનાય છે. વિકાસના આ મોડલને ક્લોવિસ સંસ્કૃતિ રૂપે સમજવામાં આવતા હતા. ફોટો Pixabay થી સભાર
આ પહેલા 15 હજાર વર્ષ પહેલા અમેરિકામાં લોકો હયાત હોવાની વાત કરવામાં આવી હતી. કહેવાય છે કે લોકો અલાસ્કા સમુદ્ર રસ્તાથી અહીં પહોંચ્યા હતા. હવે કોઇ જમીની રસ્તેથી અલાસ્કા હોવાની વાત ચર્ચાઇ રહી છે. જો કે આ નવી શોધે તે સવાલને ચર્ચાના એરણે મૂક્યા છે કે માણસની વસ્તી અહીં 15000 વર્ષ પહેલા પણ હતી. તમામ તસવીરો પ્રતિકાત્મક