

વિશાખાપટ્ટનમ ખાતે ગુરુવારે થયેલી ગેસ લીકની દુર્ઘટનાએ ઇતિહાસની સૌથી મોટી ભોપાલ ગેસ દુર્ઘટનાની સ્મૃતિ તાજા કરી દીધી. દુનિયાએ જોયેલી કેટલીક આવી જ ઔદ્યોગિક દુર્ઘટનાઓ પર એક નજર કરીએ...


ટેક્સાસ શહેર ધડાકો, ટેક્સાસ, યુએસ : યુએસના ઇતિહાસમાં સૌથી ભયંકર ઔદ્યોગિક દુર્ઘટના. બંદર ખાતે લાંગરેલા ફ્રેંચ રજીસ્ટર્ડ વેસલ એસએસ ગ્રાન્ડકેમ્પમાં આગ લાગી. આગને કારણે કાર્ગો જહાજમાં રહેલા આશરે 2,200 ટન એમોનિયમ નાઇટ્રેટમાં ધડાકો થયો. જેનાથી નજીકમાં રહેલા શીપમાં પણ આગ પ્રસરી હતી. આ ધડાકામાં 400-600 લોકોએ જીવ ગુમાવ્યો. આશરે 4000 લોકો ઇજાગ્રસ્ત થયા.


વિન્ડસ્કેલ ફાયર, વિન્ડસ્કેલ, ઇંગ્લેન્ડ : બ્રિટનના ઇતિહાસમાં નોંધાયેલી સૌથી ખરાબ ન્યૂક્લિયર દુર્ઘટના. અહીં યુનિટ નંબર 1માં આગ લાગી હતી, જે ત્રણ દિવસ સુધી ચાલી હતી. આ રિએક્ટર બ્રિટિશ પોસ્ટ-વોર ઓટોમિક બોમ્બ પ્રોજેક્ટ માટે બનાવવામાં આવ્યું હતું. દુર્ઘટનાને કારણે હવામાં રેડિયોએક્ટિવ પદાર્થો હવામાં ભળ્યાં હતાં


ભોપાલ ગેસ દુર્ઘટના, ભોપાલ, ભારત : યુનિયન કાર્બાઇટના પ્લાન્ટમાંથી મિથાઈલ આઈસોસાયનેટ ગેસ લીક થયો, આ ગેસ એટલો ઝેરી હતો કે હાહાકાર મચી ગયો. અધિકારિક રીત ગેસ દુર્ઘટનમાં 4000 લોકોનો જીવ ગયો. બચી ગયા તેમને શ્વાસોશ્વાસની બીમારી, આખમાં બળતરા અને અંધાપો આવ્યો.


ચેર્નોબિલ, પ્રિયયાટ, યૂક્રેન SSR : અહીં રિએક્ટરમાં એવો પ્રચંડ ધડાકો થયો કે રેડિયોએક્ટિવ કણ હવામાં ફેલાયા. આ કણો રશિયા, યુક્રેન અને બેલારુસ સુધી ફેલાયા હતા. દુર્ઘટનામાં 56 લોકોનાં મોત થયા. અનેક લોકોને કેન્સરની બીમારી થઈ, વર્ષો સુધી આની અસર જોવા મળી.


ફુકુશિમા દાઇચી દુર્ઘટના, ફુકુશિમા, જાપાન : સુનામી અને ભૂકંપની કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. સુનામીને કારણે પરમાણુ પ્લાન્ટના પાવર જનરેટરમાં સમસ્યા આવી હતી. જેના કારણે પ્લાન્ટની કૂલિંગ સિસ્ટમ બગડી હતી. જે બાદમાં પ્લાન્ટમાં ધડાકા થયા હતા અને તેના કારણે રેડિયોએક્ટિવ તત્વો હવામાં ભળ્યાં હતાં. દુર્ઘટનાની અસરને પગલે 10 હજાર લોકોનુ સ્થળાંતર કરવું પડ્યું હતું.