ઉત્તર કોરિયા (North Korea)ના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) પોતાના નવા લુક અને વજનને લઈને ચર્ચામાં છે. લાંબા સમય બાદ તેઓ ફરી એક વખત સૈન્ય પરેડ (Military Parade) દરમિયાન જોવા મળ્યા હતા. નેશનલ ટેલિવિઝન પર પરેડ દરમિયાન કિમ જોંગ ખૂબ પાતળા (Kim Jong Un Weight Loss) દેખાતા હતા. તેમણે પોતાના દાદા કિમ ઈલ સુંગ (Kim Il Sung)ની જેમ વાળ કપાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કિમ ઇલ સુંગ ઉત્તર કોરિયાના સ્થાપક હતા.