કિમ જોગ ઉન ફરીથી ઉત્તર કોરિયાના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા છે. ચાર વર્ષ પછી થયેલા સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષમાં 99.98 ટકા વોટ પડ્યા છે. જો કે તે વાત પણ એટલી જ વ્યાજબી છે કે આમ પણ તેમની સામે કોઇ ઉમેદવાર ઊભો નહતો. ત્યારે આ ચૂંટણી તો ખાલી દુનિયાને તે દેખાડવા માટે હતી કે કિમને લોકો કેટલા પસંદ કરે છે. ત્યારે સાઇટ ધ સ્કાઉંડર અને યુએનની એક રિપોર્ટ મુજબ કિમની પાસે વર્ષ 2018માં સાત થી 10 બિલિયન ડોલરની રકમ હોવી જોઇએ.
<br />34 વર્ષીય કિમની મોટાભાગની કમાણી આફ્રિકામાં અવૈધ રીતે ઉત્તર કોરિયામાં આવતા હાથી દાંત, દારૂ અને સ્મગલિંગ અને હથિયાર સમેત ડ્રગ્સ વેચવાથી થાય છે. દુનિયાના અનેક દેશોમાં તેમના ખાતા છે. 2013માં અમેરિકા અને દક્ષિય કોરિયાના સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું કે ઉત્તર કોરિયાના 200 વધુ તેવા ખાતા છે જેમાં અપહરણ, છેતરપીંડી, હથિયાર વેચવાના કાળા નાણાં જમા થાય છે.