એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રેઝર મ્યુઝિયમ માત્ર 6 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જૂનમાં તેને સામાન્ય લોકો માટે ખોલી શકાશે. કિંમતી વસ્તુઓને કારણે અહીં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 20થી વધુ કેમેરાઓ દ્વારા નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, અહીં ડાયનાસોરના હાડકા, કોહિનૂર હીરાની પ્રતિકૃતિ, શાર્કના દાંત, સહિત ઘણી કિંમતી મૂર્તિઓ અને ઘરેણાં રાખવામાં આવ્યા છે.