છેલ્લા 11 દિવસમાં સીરિયાનાં ઘોઉટા વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ દરમિયાન 500થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે
2/ 9
આ બ્લાસ્ટમાં સામાન્ય નાગરીકો ભોગ બન્યા છે. આ બોમ્બ બ્લાસ્ટ બાદ નાના નાના ભુલકાઓની તસવીરો સોશિયલ મીડિયામાં સહાનુભૂતિ મેળવી રહી હતી.
विज्ञापन
3/ 9
તેવામાં આંતરરાષ્ટ્રિય NGO ખાલસા એઇડ સીરિયા પહોંચી ગઇ હતી. અને તેમણે અહીંનાં પીડિતોને મદદ કરી છે.
4/ 9
NGO દ્વારા ખાવા પીવાનું, રહેવા માટે ટેન્ટ આરોગ્યની સેવાઓ આપવામાં આવી છે.
5/ 9
ખાલસા એઇડની આ કામગીરીની સોશિયલ મીડિયા પર પણ નોંધ લવાઇ છે. આ સાથે જ તેમની મદદની તસવીરોએ સોશિયલ મીડિયા પર બધાનું દિલ જીતી લીધુ છે.
विज्ञापन
6/ 9
આપને જણાવી દઇએ કે ખાલસા એઇડની સ્થાપના વર્ષ 1999માં થઇ હતી. જે રવિન્દર સિંઘ નામનાં એક સરદારજીએ કરી હતી. આ સંસ્થા કોસોવોનાં શરણાર્થીઓની દુર્દશા જોઇને સ્થપવામાં આવી હતી.
7/ 9
દુનિયાભરમાં વિવિધ જગ્યાએ આવેલી કુદરતી કે કુત્રિમ આફતોનાં ભોગ બનેલા લોકોની મદદ કરે છે ખાલસા એઇડ. તેનો મુખ્ય ઉદ્દેશ લોકોની સેવા કરવાનો છે.
8/ 9
સંસ્થા દ્વારા યમન સિવિલ વોરનાં પીડિતો, રોહિગ્યામુસ્લિમો, નિરાશ્રીતો, નેપાળ ધરતીકંપનાં ભોગ બનનારાઓને મદદ કરી છે
विज्ञापन
9/ 9
આ ઉપરાંત તેમણે દેશમાં વિશાખાપટ્ટનમમાં આવેલાં તોફાનનાં પીડિતો અને ઓડિશાનાં પૂર પીડિતોની મદદ કરવામાં આવી છે.