Home » photogallery » national-international » Photos: પ્રસૂતિ પીડાને કારણે કારથી લઈ જતા હતા હોસ્પિટલ, અચાનક આગ અને દંપતી...

Photos: પ્રસૂતિ પીડાને કારણે કારથી લઈ જતા હતા હોસ્પિટલ, અચાનક આગ અને દંપતી...

Family burnt alive in car: ગુરુવારે કન્નુર જિલ્લા હોસ્પિટલ નજીક કારમાં આગ લાગી ત્યારે એક સગર્ભા મહિલા અને તેના પતિનું અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યા હતું. પતિની સગર્ભા પત્નીને પ્રસૂતિ થતાં તેને હોસ્પિટલ લઈ જઈ રહેલા કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. જણાવી દઈએ કે, પાછળ બેઠેલા પરિવારના અન્ય સભ્યો બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ દંપતી કારમાંથી બહાર નીકળવામાં નિષ્ફળ રહ્યા હતા.

विज्ञापन

 • 15

  Photos: પ્રસૂતિ પીડાને કારણે કારથી લઈ જતા હતા હોસ્પિટલ, અચાનક આગ અને દંપતી...

  કેરળના કન્નુર જિલ્લાની સરકારી હોસ્પિટલ પાસે ગુરુવારે એક કારમાં આગ લાગી હતી, જેમાં સળગી જવાને કારણે સગર્ભા મહિલા અને તેના પતિનું દુઃખદ મૃત્યુ થયું હતું. મૃતકોની ઓળખ 35 વર્ષીય પ્રાજિથ અને 26 વર્ષીય તેની પત્ની રિશા તરીકે કરવામાં આવી છે, જે જિલ્લાના કુટ્ટિયાટ્ટુરના રહેવાસી છે. (Image: News18 Malayalam)

  MORE
  GALLERIES

 • 25

  Photos: પ્રસૂતિ પીડાને કારણે કારથી લઈ જતા હતા હોસ્પિટલ, અચાનક આગ અને દંપતી...

  મહિલાને લેબર પેઈનને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો. આ બાબતે અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ ઓલવી અને પ્રજીત અને રિશાને બહાર કાઢ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેઓનું મોત થઈ ચૂક્યું હતું. (Image: News18 Malayalam)

  MORE
  GALLERIES

 • 35

  Photos: પ્રસૂતિ પીડાને કારણે કારથી લઈ જતા હતા હોસ્પિટલ, અચાનક આગ અને દંપતી...

  પોલીસે જણાવ્યું કે, કારમાં છ લોકો સવાર હતા. જ્યારે વાહનમાં આગ લાગી ત્યારે બાળક સહિત પાછળની સીટ પર બેઠેલા ચાર લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. (Image: News18 Malayalam)

  MORE
  GALLERIES

 • 45

  Photos: પ્રસૂતિ પીડાને કારણે કારથી લઈ જતા હતા હોસ્પિટલ, અચાનક આગ અને દંપતી...

  ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ કન્નુર શહેરના પોલીસ કમિશનર અજિત કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, “બાકીના લોકોને કોઈ ઈજા થઈ નથી. હોસ્પિટલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. (Image: News18 Malayalam)

  MORE
  GALLERIES

 • 55

  Photos: પ્રસૂતિ પીડાને કારણે કારથી લઈ જતા હતા હોસ્પિટલ, અચાનક આગ અને દંપતી...

  એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, તે સમયે તેઓ સંપૂર્ણપણે લાચાર હતા, કારણ કે કારના આગળના ભાગમાં તરત જ આગ લાગી ગઈ હતી. કારની ઓઈલ ટાંકી કોઈપણ ક્ષણે વિસ્ફોટ થઈ શકે છે તેવું તેને લાગ્યું હોવાથી તે બચાવવા માટે વધુ કરી શક્યો નહીં. તેમજ અધિકારીએ જણાવ્યું હતું કે, ટેકનિકલ નિષ્ણાતોની તપાસ બાદ જ આગ લાગવાનું કારણ જાણી શકાશે. (Image: News18 Malayalam)

  MORE
  GALLERIES