કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરની સ્થિતિ ગંભીર બનેલી છે. અત્યાર સુધી 136 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કેરળ ને કર્ણાટકમાં શનિવારે પૂરના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે, ભૂસ્ખલનથી મરનારાઓની સંખ્યા 83 થઈ ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં ચાર લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે.