

એક ભારતીય વેપારીને હાલમાં દુબઇની ડ્યૂટી ફ્રી (DDF) ડ્રોમાં કરોડો રૂપિયાની લોટરી લાગી છે. 43 વર્ષીય આ વેપારીનું નામ રાજન કુરિયન (Rajan kurian Lottery Winner) છે. અને મૂળ રૂપથી કેરના કોટ્યમમાં રહે છે. જેને લોકડાઉનની વચ્ચે બુધવારે રાતો રાત કરોડપતિ બની ગયો છે. ગલ્ફ ન્યૂઝની એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. અને લોટરીની આ રકમ લગભગ 7.6 કરોડ રૂપિયા છે.


આ રિપોર્ટમાં રાજનના હવાલેથી કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં જે પરિસ્થિતિ છે તે વચ્ચે તે પોતાની આ જીતથી ખુબ જ ખુશ છે. રાજન કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરની મુશ્કેલ સ્થિતિ વિષે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે ગત વર્ષ ઓક્ટોબર મહિનાથી તે આ લોટરીની ટિકિટ ખરીદી રહ્યા છે.


તેણે આ પ્રસંગે કહ્યું કે આ રકમનો મોટો ભાગ જરૂરીયાતમંદ લોકોની મદદ ખર્ચ કરશે. આ જીતને લઇને હું ખરેખરમાં આભારી છું. પણ મારે આ રકમ તે લોકોની સાથે શેર કરવી જોઇએ જેને આની સૌથી વધુ હાલ જરૂર છે. (પ્રતિકાત્મક તસવીર)


કુરિયન કેરળમાં કંસ્ટ્રક્શન સેક્ટરમાં પોતાનો વેપાર કરે છે. સાથે જ તેમણે લેટરીનો થોડો ભાગ પોતાના વેપારને આગળ વધારવા માટે પણ ખર્ચ કરવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે કોવિડ 19ના કારણે તેમના પાછલા કેટલાક મહિના ખરેખરમાં પડકારરૂપ હતા. અને તેમનો વેપાર લગભગ ઠપ્પ થઇ ગયો હતો. રાજને સાથે જ પોતાના ભવિષ્ય માટે પણ થોડી રકમ બચાવાની વાત કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)


DDF મિલેનિયમ મિલિયનેયર અને ફિનસેટ સરપ્રાઇઝ પ્રોમોશને બુધવારે ચાર વિજેતાઓના નામની જાહેરાત કરી હતી. આમાં કુવૈતમાં રહેતા એક વ્યક્તિને BMW MB50i XDrive (Adventurine Red) પણ મળી છે. ગત 5 વર્ષથી સ્વિટર્ઝલેન્ડનો એક વ્યક્તિ આ લોટરીમાં ભાગ લેતો હતો. તેને પણ આ વખતે Range Rover Sport HSE 5.5 522 HP મળી છે. સઇદ અબ્દુલ્લા નામના એક બીજા ભારતીય વ્યક્તિને પણ BMW RI250 RS મોટરબાઇક મળી છે.