યશવંતપુરઃ આનાથી વધુ દુઃખદ બીજું શું હોઈ શકે. પહેલા પતિનું માર્ગ અકસ્માતમાં મોત (Husband died in Accident) થયા બાદ થોડા દિવસો પછી વિધવાએ બીજા લગ્ય કરા હતા. જોકે, પહેલા પતિની યાદમાં તડપતી મહિલાએ બીજા લગ્નના ચાર દિવસ (four day after marriage) બાદ જ પોતાની પુત્રી સાથે મોત આત્મહત્યા (wife suicide) કરીને મોતને વ્હાલું કર્યું હતું. પોલીસે (police) આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.
કર્ણાટકના હસન જિલ્લામાં દુ: ખદ ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ 26 વર્ષીય પ્રજ્વલા પતિ સુરેન્દ્ર સાથે હસન જિલ્લાના સકલેશપુરા તાલુકાના અનેમહાલ ગામમાં પોતાનું સુખી જીવન જીવી રહ્યા હતા. સુરેન્દ્ર અને પ્રજ્વલાએ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પોતાના લગ્ન જીવનમાં આનંદથી રહેતા હતા. દંપતીને લગ્ન બાદ બે વર્ષની પુત્રી છે. જોકે, પુત્રીના જન્મ બાદ સુરેન્દ્રનું બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું હતું.
પતિ ગુમાવ્યા બાદ પ્રજ્વલાના માથે આભ તૂટી પડ્યું હતું. બંનેના સુખી દાંપત્ય જીવનને કોઈની નજર લાગી હોય એમ અકસ્માતથી ખુશીઓ વેરાઈ ગઈ હતી. અને માતમ છપાયો હતો. પ્રજ્વલાના જીવનમાં દુઃખની ઘડી આવી હતી.જોકે, માતા-પિતાના ઘરે દુઃખ સાથે જીવન જીવતી પ્રજ્વલાના જીવનમાં મોહન નામના વ્યક્તિની એન્ટ્રી થઈ હતી. અને મોહને તેના માતા-પિતાને પ્રજ્વલા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
માતા-પિતાએ પણ વિચાર્યું કે પ્રજ્વલા લગ્ન બાદ ખુસ રહેશે અને સુરેન્દ્રનો આઘાત હળવો થશે. પુત્રી ખુશ રહેશે એમ વિચારીને ગત 16 જુલાઈએ માતા-પિતાએ પ્રજ્વલા અને મોહનના લગ્ન કરાવ્યા હતા. જોકે, બીજા લગ્ન કર્યા બાદ પણ પ્રજ્વલા પહેલા પતિને ભુલાવી શકી ન હતી. બીજો પતિ હોવા છતાં પણ કપરા સમયમાંથી પસાર થતી પ્રજ્વલાએ પોતાની બે વર્ષની પુત્રી સાથે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.