

નવી દિલ્હીઃ કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા (Kanpur Shootout)નો આરોપી કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે (Vikas Dubey) ચંબલ (Chambal)ની ખીણોમાં પહોંચી ગયો છે. ઈટાવાના રસ્તે 3 રાજ્યોની સરહદને જોડનારા આગ્રા સેન્ટરને તેણે પોતાની લક્ષ્ય બનાવ્યું છે. આ એ સ્થળ છે જ્યાંથી માત્ર 30 મિનિટના સમયમાં ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આવ-જા કરી શકાય છે. તેના કારણે વિકાસ દુબે નેપાળ ભાગી જવાની પણ શક્યતા નહીંવત હોવાનું કહેવાય છે. (ચંબલ ખીણની ફાઇલ તસવીર)


બીજું કારણ એ છે કે ચીન વિવાદના કારણે હાલમાં નેપાળ બોર્ડર પર સખ્ત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. પહેલા પણ કુખ્યાત અપરાધી આ ત્રણ રાજ્યોની સરહદવાળા આ સેન્ટરનો ફાયદો ઉઠાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્પેશલ ટાસ્ક ફોર્સ ઉપરાંત ઉત્તર પ્રદેશ પોલીસની 40 ટીમો વિકાસ દુબેની શોધખોળમાં લાગી ગઈ છે.


પૂર્વ ડીજીપીએ જણાવી આ વાત - ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી રહેલા વિક્રમ સિંહે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે રીતે ઔરૈયામાં વિકાસ દુબેનું છેલ્લું લોકેશન ટ્રેસ થયું છે તો તેની શક્યતા વધુ છે કે તેને ઈટાવાના રસ્તે ચંબલની ખીણોનો રસ્તો પકડી લીધો હોઈ શકે છે. ખીણોની અંદરથી થઈને તે આગ્રા સુધી પહોંચી શકે છે. આગ્રા પહોંચ્યા બાદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પ્રવેશ કરવો સરળ થઈ જાય છે.


કુખ્યાત અપરાધીઓના મામલામાં અનેકવાર જોવા મળ્યું છે કે સેટિંગના કારણે બે રાજ્યની પોલીસમાં સંકલન ઊભું કરવું મુશ્કેલ થઈ જાય છે કે પછી બીજા રાજ્યની પોલીસ દેખાડા માટે પોતાને ત્યાં સર્ચ ઓપરેશન ચલાવે છે, પરંતુ અપરાધી તેમને ત્યાં છુપાઈને બેઠા હોય છે. ખીણના અનેક બાગી આનો ફાયદો ઉઠાવી આતંકનો ખૂની ખેલ રમતા હોય છે.