ઉત્તર પ્રદેશના કન્નોજમાં ગુરૂવારે સમાજવાદી પાર્ટીની રેલીમાં એક આખલાએ આતંક મચાવ્યો. વાત જાણે એમ હતી કે, સપાના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવના ચૂંટણી વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે અખિલેશ યાદવ અને બસપા સુપ્રિમો માયાવતી આવવાના હતા. એવામાં તેમનું હેલિકોપ્ટર લેન્ડ થાય તે પહેલા જ ત્યાં એક રખડતો આખલો પહોંચી ગયો.
ઉલ્લેખનીય છે કે, કન્નોજમાં ગટબંધન ઉમેદવાર ડિંપલ યાદવના પ્રચાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બસપા સુપ્રિમો માયાવતી અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ એક સાથે જનસભા સંબોધિત કરવાના હતા. તેના માટે સભાસ્થળ પાસે હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. પરંતુ નેતા આવે તે પહેલા જ આખલો ત્યાં ઘુસી ગયો.