નવી દિલ્હી : પંજાબના માનસાના એક કબાડીએ ભારતીય સેનાના 6 કંડમ હેલિકોપ્ટર ખરીદ્યા છે. જેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ હતી. એક હેલિકોપ્ટરનું વજન 10 ટનની આસપાસ છે. જેને હરાજીના માધ્યમથી ખરીદવામાં આવ્યા હતા.
2/ 4
આ હેલિકોપ્ટરોમાંથી એક મુંબઈની પાર્ટીએ લીધું છે જ્યારે બે લુધિયાણાના હોટલ માલિકે ખરીદી લીધા છે. બાકી હેલિકોપ્ટર માનસામાં ઉભા છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
विज्ञापन
3/ 4
પંજાબમાં ભંગારનો સામાન રાખનાર મિઠ્ઠુ કબાડીયા જાણીતું નામ છે. ભારતીય વાયુસેના પાસેથી કબાડમાંથી હેલિકોપ્ટર ખરીદીને જ્યારે માનસામાં પહોંચ્યો તો તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
4/ 4
શહેરના લોકો હેલિકોપ્ટરની અંદર અને બહાર ઉભા રહીને ફોટો પડાવી રહ્યા છે. લોકો પણ આ હેલિકોપ્ટર જોઈને ખુશ થઇ ગયા છે.