દુનિયાના લગભગ દરેક રોયલ ફેમિલીના પ્રિન્સ-પ્રિન્સેસ ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે. વિશ્વની દરેક વ્યક્તિ તેમની આ ઉચ્ચ કક્ષાની જીવનશૈલીથી પ્રભાવિત હોય છે. ત્યારે અરબ દેશ જોર્ડનની (Jordan) 25 વર્ષની પ્રિન્સેસ ઈમાનની (Jordanian Princess Iman bint abdullah)ગયા અઠવાડિયે તેના બોયફ્રેન્ડ જમીલ એલેક્ઝાન્ડર થર્મિઓટિસ (jameel alexander thermiotis)સાથે સગાઈ થઈ છે. જોર્ડનના શાહી પરિવારને હાશમાઇટ રાજવંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજકુમારી ઈમાન (Iman bint abdullah)રાજા અબ્દુલ્લા II અને રાણી રાનિયાની સૌથી મોટી પુત્રી છે અને તે વૈભવી લાઇફસ્ટાઇલ જીવે છે.
પ્રિન્સેસ ઈમાન અને તેના ભાઈ-બહેન સોશિયલ મીડિયા પર નથી પરંતુ તેની માતા રાણી(Queen) રાનિયા અલ અબ્દુલ્લા સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ છે. તે અવારનવાર તેમના પરિવારના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. રાની રાનિયાએ તેની પુત્રીની સગાઈનો પણ એક ફોટો પણ શેર કર્યો છે. ફોટોને કેપ્શન આપતા લખ્યું છે કે, અભિનંદન, મારી પ્રિય ઈમાન. તારી સ્મિત હંમેશા પ્રેમની ભેટ છે જે મેં તારા જન્મથી જ મારી પાસે રાખી છે. હું ઈચ્છું છું કે તારું અને જમીલનું જીવન ખુશીઓથી ભરેલું રહે.
ફાયનાન્સર સાથે લગ્ન - SCMP અનુસાર પ્રિન્સેસ ઈમાનના મંગેતરનું નામ જમીલ એલેક્ઝાન્ડર થર્મિઓટિસ છે, જે ન્યૂયોર્ક સ્થિત ફાઇનાન્સર છે. જમીલનો જન્મ વેનેઝુએલાના કારાકાસમાં થયો હતો. 28 વર્ષીય જમીલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ગ્રેજ્યુએટ છે અને તે ગ્રીક પરિવારમાંથી આવે છે. જમીલ હાલમાં બિગ એપલમાં વેન્ચર કેપિટલ ફંડમાં મેનેજિંગ પાર્ટનર તરીકે કામ કરે છે. જોકે બંને કેટલા સમયથી ડેટ કરી રહ્યા હતા તેની કોઈ નક્કર માહિતી નથી.
ટોચની મહિલા રમતવીરનો તાજ પહેરાવ્યો - રોયલ રાજકુમારી ઈમાનને ઘોડેસવારી પસંદ છે. આ સિવાય તે અન્ય રમતોમાં પણ રસ ધરાવે છે. પ્રિન્સેસ ઈમાન 12 વર્ષની હતી ત્યારે તેણે મિડલ ઈસ્ટ ચેમ્પિયનશિપ હોર્સ શોમાં ભાગ લીધો હતો અને બીજો રેન્ક મેળવ્યો હતો. ઇમાન 2014માં સ્નાતક થઈ ત્યારે તેણીને ઇન્ટરનેશનલ એકેડેમી અમ્માન તરફથી ટોચની મહિલા એથલિટનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
Queen રાનિયા જેવી ફેશન આઇકોન બની - રાજકુમારી ઈમાન અત્યંત સ્ટાઈલિશ છે અને તેની માતા રાણી રાનિયાની જેમ ફેશન આઈકોન બની ગઈ છે. તેણીએ 2010માં સ્વીડનની ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયા અને પ્રિન્સ ડેનિયલના લગ્નમાં હાજરી આપી હતી, જેમાં બધાની નજર તેના પર જ હતી. સગાઈના ફોટામાં તે પહેલાથી જ શાહી દુલ્હન જેવી દેખાઈ રહી છે. તે ઘણા પ્રસંગોએ ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જોવા મળે છે, તેથી તે એક ફેમસ ફેશન આઇકોન છે એમ કહેવું ખોટું નહીં હોય.