જાણકારી પ્રમાણે દિલ્હીના ચાંદની ચોકમાં માલીવાડામાં હલ્દીરામની ઉપર કૃષ્ણા જ્વેલર્સના નામે આદિશ્વર ગુપ્તાની દુકાન છે. તેમના બે પુત્રો 47 વર્ષીય અંકિત ગુપ્તા અને 42 વર્ષીય અર્પિત ગુપ્તા આ દુકાનમાં વેપાર કરતા હતા. બુધવારે બંને ભાઈ દુકાન ઉપર હતા. આશરે ત્રણ વાગ્યે બંને ભાઈઓએ દુકાનમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.