કોલકાતાની જયા કિશોરીએ છેલ્લા ઘણા વર્ષોથી આધ્યાત્મિક અને પ્રેરક વક્તા તરીકે જે સ્થાન બનાવ્યુ છે તે ઘણા ઓછા લોકો કરી શકે છે, છેલ્લા કેટલાક દિવસોમાં તેઓ ચર્ચામાં છે. અચાનક લગ્ન માટે તેમનું નામ બાગેશ્વર ધામ બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું હતું. જો કે શાસ્ત્રીએ આ વાતને નકારી કાઢી છે. પરંતુ જયા કિશોરી વિશે જાણવાની ઈચ્છા ડિજિટલ મીડિયા અને ગૂગલ પર હંમેશા જોવા મળે છે. (official website)
તેમનું વ્યક્તિત્વ પ્રતિષ્ઠિત અને આકર્ષક છે. જ્યારે તેઓ બોલે છે, ત્યારે લોકો આ 28 વર્ષની છોકરીના શબ્દો સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય છે. તેઓ પ્રેરક અને આધ્યાત્મિક પ્રવચનમાં એક મોટું નામ માનવામાં આવે છે. જ્યાં તે સામાન્ય રીતે બોલવા જાય છે, ત્યાં મોટી ભીડ તેને સાંભળવા આવે છે. જયા સોશિયલ મીડિયાના મહત્વને સારી રીતે સમજે છે, તેથી તેની અધિકૃત વેબસાઈટથી લઈને ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર તેઓની તસવીરો, વાતો અને વીડિયો માટે ઘણી સામગ્રી સર્ચ થઈ રહી છે.(instagram)
ઈંસ્ટાગ્રામ પર તેમના 50 લાખ ફોલોઅર્સ છે. તે ફક્ત 28 લોકોને ફોલો કરે છે. જેમાં સૌથી ઉપર સ્ટેંડઅપ કોમેડીમાં ખાસ નામ બનાવી ચુકેલા ઝાકિર ખાન. આ ઉપરાંત તે પ્રધાનમંત્રી મોદી, અમિતાબ બચ્ચન, મિશેલ ઓબામા, અનુપમ ખેર, દિવ્યા ખોસલાકુમાર, સદગુરુ અને ઓટીટી સ્ટાર વિક્રાંત મેસીને પોલો કરે છે. ફેસબુક પર 8 મિલિયન ફોલોઅર્સ છે, તો ટ્વટિર પર તેમના 50 લાખ.
જયા કિશોરીના લગ્ન વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. કારણ કે તેઓ હજુ અપરિણીત છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે કોઈ સાધુ કે સન્યાસી નથી, માત્ર એક સામાન્ય મહિલા છે. જો કે તે મોડેથી લગ્ન કરવાની વાત કરે છે અને એ પણ કહે છે કે જો તેણી કોલકાતામાં લગ્ન કરશે, જ્યાં તેના માતાપિતા પણ રહે છે, તો તે ખૂબ સારું છે, નહીં તો તે તેના માતાપિતાને તેની પાસે લઈ જશે. નાની બહેન ચેતના શર્મા સાથે તેઓનું બોન્ડિંગ સારું છે. ઇન્સ્ટાગ્રામ પર બંનેની સાથેની તસવીરો છે. તેઓની બહેન પણ તે 28 લોકોમાં સામેલ છે જેને તે ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. (instagram)
જયા કિશોરીને તેમના ગુરુ પંડિત ગોવિંદ રામ મિશ્રાએ ભગવાન કૃષ્ણ પ્રત્યેના પ્રેમને જોતા 'કિશોરી જી'નું બિરુદ આપ્યું હતું. જે તેમણે પછીથી પોતાના નામમાં ઉમેર્યું હતું. તેમની કથાઓમાંથી જે દાન મળે છે તે જયા કિશોરીએ ઉદયપુરની એક સંસ્થા નારાયણ સેવા સંસ્થાને દાનમાં આપ્યું છે. જ્યારે તેઓ નાની બાઈ રો મૈરો ગાય છે ત્યારે તેને સાંભળનારા શ્રોતાઓ આપોઆપ નાચવા મજબૂર થઈ જાય છે એવો તેઓનો પ્રભાવ છે. (official site)