એક ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન શિંઝો આબેને બે ગોળી મારવામાં આવી હતી. જાપાની મીડિયા અનુસાર, નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં આબેની સારવાર ચાલી રહી હતી. અહેવાલો અનુસાર, શિંઝો આબેનું હ્રદય કામ કરતું બંધ થઇ ગયું હતું. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. સાથે જ ઘણું લોહી વહી ગયું હતું. બીજા અંગો પણ કામ કરી રહ્યાં નહોતા. જ્યારે ડોક્ટર્સની ટીમ તેમનો જીવ બચાવવા સતત પ્રયાસ કર્યા હતા.
તેતસુયા યામાગામી 41 વર્ષનો છે અને તે પૂર્વ સૌનિક હોવાનું મનાઇ રહ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, તે શિંઝો આબેની પાછળ લગભગ 10 ફૂટના અંતરે ઊભો હતો. પીએમ નરેન્દ્ર મોદી સાથે આબેના સારા સંબંધ રહ્યા છે. તેમની ગુજરાત અને બનારસ યાત્રા ઘણી ચર્ચામાં રહી હતી. 25 જાન્યુઆરી, 2021માં ભારતે આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.