Home » photogallery » national-international » સાચા પ્રેમની અનોખી કહાની: બીમાર પત્નીની દેખભાળ માટે ઘરને હોસ્પિટલ અને કારને એમ્બ્યુલન્સ બનાવી

સાચા પ્રેમની અનોખી કહાની: બીમાર પત્નીની દેખભાળ માટે ઘરને હોસ્પિટલ અને કારને એમ્બ્યુલન્સ બનાવી

ઘરનો શયનખંડ હોસ્પિટલોના આઈસીયુ વોર્ડ જેવો દેખાય છે. વેન્ટિલેટર, ઓક્સિજન, એર પ્યુરિફાયર્સ અને અન્ય સુવિધાઓ જેવી ઘણી સુવિધાઓ છે જે સામાન્ય હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ નથી હોતી.

विज्ञापन

  • 16

    સાચા પ્રેમની અનોખી કહાની: બીમાર પત્નીની દેખભાળ માટે ઘરને હોસ્પિટલ અને કારને એમ્બ્યુલન્સ બનાવી

    તમે પુસ્તકોમાં સાચા પ્રેમની ઘણી અનોખી વાતો વાંચી હશે અને ફિલ્મોમાં જોઈ હશે.પણ આ જબલપુરમાં આવી જ એક સાચા પ્રેમની વાસ્તવિકતા કહાની સામે આવી છે. ઓર્ડનન્સ ફેક્ટરીમાંથી નિવૃત્ત થયેલા 74 વર્ષના જ્ઞાનપ્રકાશજી અહીં પત્ની કુમુદની સાથે એકલા રહે છે. તેમના બંને પુત્ર અને પુત્રી વિદેશમાં છે. કુમુદનીને સિઓટુ નાર્કોસીસ નામનો રોગ છે. આ રોગમાં, તેમના શરીરમાંથી કાર્બન ડાય ઓકસાઈડનું ઉત્સર્જન પૂરતું નથી અને જીવંત રહેવા માટે તેમને સતત ઓક્સિજન સપોર્ટની જરૂર રહે છે.

    MORE
    GALLERIES

  • 26

    સાચા પ્રેમની અનોખી કહાની: બીમાર પત્નીની દેખભાળ માટે ઘરને હોસ્પિટલ અને કારને એમ્બ્યુલન્સ બનાવી

    નિવૃત્ત ઇજનેર જ્ઞાનપ્રકાશે પણ પત્ની માટે ઘણાં તબીબી ઉપકરણો બનાવ્યાં છે. એક અનોખો મોબાઇલ સ્ટેથોસ્કોપ પણ છે જેમાં તે તેમની પત્નીના ધબકારાવાળા મોબાઈલમાં કેદ કરે છે અને તેની સાઉન્ડ ફાઇલ ડોક્ટરોને વોટ્સએપ દ્વારા મોકલે છે, જેથી ડોક્ટરે ઘરે આવ્યા વિના પણ કુમુદનીની સારવાર ચાલુ રાખી શકે.

    MORE
    GALLERIES

  • 36

    સાચા પ્રેમની અનોખી કહાની: બીમાર પત્નીની દેખભાળ માટે ઘરને હોસ્પિટલ અને કારને એમ્બ્યુલન્સ બનાવી

    કોરોના કટોકટી દરમિયાન, હોસ્પિટલોની અવારનવાર મુલાકાત ખૂબ જ પરેશાની અને કંટાળાજનક હતી. ઉપરથી કોરોના થવાનો ડર. તેથી જ જ્ઞાનપ્રકાશજી તેમની પત્નીને હોસ્પિટલકરતા સારી અને સલામત વાતાવરણ આપવા માગે છે. આ કવાયતમાં, આ નિવૃત્ત ઇજનેરે પોતાનું ઘર એક હોસ્પિટલમાં અને પોતાની કારને ઓક્સિજન ફિટમેન્ટ એમ્બ્યુલન્સમાં ફેરવી દીધી છે.

    MORE
    GALLERIES

  • 46

    સાચા પ્રેમની અનોખી કહાની: બીમાર પત્નીની દેખભાળ માટે ઘરને હોસ્પિટલ અને કારને એમ્બ્યુલન્સ બનાવી

    જ્ઞાપ્રકાશજીએ દર્દી માટે શયનખંડની રચના એવી રીતે કરી છે કે, ઘરનો શયનખંડ હોસ્પિટલોના આઈસીયુ વોર્ડ જેવો દેખાય છે. વેન્ટિલેટર, ઓક્સિજન, એર પ્યુરિફાયર્સ અને અન્ય સુવિધાઓ જેવી ઘણી સુવિધાઓ છે જે સામાન્ય હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ નથી હોતી.

    MORE
    GALLERIES

  • 56

    સાચા પ્રેમની અનોખી કહાની: બીમાર પત્નીની દેખભાળ માટે ઘરને હોસ્પિટલ અને કારને એમ્બ્યુલન્સ બનાવી

    જબલપુરના અધરતાલામાં પત્ની સાથે એકલા રહેતા જ્ઞાનપ્રકાશજીએ પોતાના મકાનમાં ઓક્સિજન સિલિન્ડરોનો પૂરતો સ્ટોક રાખ્યો હતો, જેને તેઓ જરૂરિયાત મુજબ બદલાતા રહે છે. જો કે, તેમણે પત્નીની દેખભાળ રાખવા માટે એક નર્સ પણ રાખી છે. કુમુદનીને ઘરના આઈસીયુમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળી રહી છે. આને કારણે તેની તબિયત સુધરવા માંડી છે. જરૂરી તમામ આધુનિક આરોગ્ય સેવાઓથી ભરેલી આ ઘરેલું હોસ્પિટલ જ્ઞાનપ્રકાશજીના પ્રેમનું ઉદાહરણ છે.

    MORE
    GALLERIES

  • 66

    સાચા પ્રેમની અનોખી કહાની: બીમાર પત્નીની દેખભાળ માટે ઘરને હોસ્પિટલ અને કારને એમ્બ્યુલન્સ બનાવી

    પત્નીની દેખરેખ ઉપરાંત, જ્ઞાનપ્રકાશ, જે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ સક્રિય છે, અન્ય લોકો જે વૃદ્ધાવસ્થાના તણાવને દૂર કરવા માંગતા હોય તેમને પોતાના અનુભવમાંથી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા સલાહ આપે છે. જ્ઞાનપ્રકાશ કહે છે કે, પત્નીની સંભાળ રાખવી તે તેમની ફરજ છે, જે તેઓ સંપૂર્ણ નિષ્ઠાથી કરી રહ્યા છે.

    MORE
    GALLERIES