આખરે ડૉ. શૈલેન્દ્ર રાજપૂતે કેક મંગાવી અને તેને બાળકે કાપી. હોસ્પિટલ મેનેજમેન્ટે સાથે મળીને ન માત્ર કેક કાપી, પરંતુ બાળકનો જન્મદિવસ પણ ઉજવ્યો. આ હૃદયસ્પર્શી દ્રશ્ય જબલપુર બદરિયા મેટ્રો હોસ્પિટલનું છે, જ્યાં એક 13 વર્ષનો બાળક ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. બાળક વેન્ટિલેટર પર છે અને તેની બંને કિડની ફેઈલ થઈ ગઈ છે.
જબલપુરના રાંઝી વિસ્તારનો રહેવાસી 13 વર્ષનો છોકરો ધોરણ 8માં અભ્યાસ કરે છે. ડો.શૈલેન્દ્ર રાજપૂતે જણાવ્યું કે પહેલા બાળકને તાવ આવ્યો, પછી મોઢા અને પગમાં સોજા આવી ગયા, બાળકની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે કિડની ખરાબ છે. આ સાથે તેને હૃદયની સમસ્યા પણ છે. બાળક છેલ્લા ત્રણ મહિનાથી ડાયાલિસિસ પર છે. કિડનીમાં વધતી જતી સમસ્યાને કારણે માસૂમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે.