

ITBP Leo Pargil expedition : આઇટીબીપીના જવાનોએ અત્યાર સુધીમાં 200થી વધુ પર્વતો પર ચડાણ કરીને ભારતનો ઝંડો તેની પર લહેરાવ્યો છે. તેમાં માઉન્ટ એનરેસ્ટ, માઉન્ટ ઘૌલાગિરી, કંચન જંઘા, નન્દા દેવી, પંચાચૂલી જેવી ઊંચા પર્વતનું નામ સામેલ છે. ત્યારે ભારત-તિબ્બત સીમા પોલીસ બળના જવાનાઓ 22,222 ફીટ ઊંચાઇ પર સ્થિત લિયો પારગિલ પર્વત પર પણ સફળતાપૂર્વક ચડાણ કરીને ભારતીય ધ્વજ ફરકાવ્યો છે. આ પર્વત હિમાચલ પ્રદેશની ત્રીજો સૌથી ઊંચો પર્વત છે. કોરોના કાળમાં આ પહેલું માઉન્ટેન એક્પીડિશન છે જેને અંજામ આપવામાં આવ્યો છે.


આઇટીબીપી પર્વતારોહી દળા ઉપ સેનાની જી.ડી.કુલદીપ સિંહના નેતૃત્વમાં કોસ્ટેબલ પ્રદીપ નેગી, કાકો કેદારતા, અનીલ નેગી અને આશિષ નેગીએ 31 ઓગસ્ટ, 2020ના રોજ લિયો પારગિલ પર્વત પર સફળ ચઢાણ કર્યું હતું. જ્યારે આ જ ટીમની બીજી પર્વતરોહી દળે 1 સપ્ટેમ્બર 2020ના રોજ અગ્યાર વાગે ધરેન્દ્ર ઠાકુરના નેતૃત્વમાં સાત સદસ્યો સાથે આ સફળતા મેળવી હતી.


આઇટીબીપીની 17મી વાહિની કમાન્ડેન્ટ દેવેન્દ્ર કુમારે જણાવ્યું કે 20 ઓગસ્ટ 2020ના રોજ ક્ષેત્રીય મુખ્યાલય શિમલાના ઉપ મહાનિરીક્ષક પ્રેમ સિંહે 17મી વાહિની ભારત તિબ્બત સીમા પોલીસ બળના પ્રાંગણમાં પર્વતારોહી દળ લિયો પારગિલ ચોટી યૌદ્ધા 2020 ને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા.


પ્રથમ પર્વતારોહી દળના મુખિયા પ્રદીપ નેગી દ્વારા આ પર્વત પર બીજી વાર સફળતાપૂર્વક ચઢાણ કરવાાં આવ્યું છે. આ પહેલા તે વિશ્વની સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટને બે વાર ફતેહ કરી ચૂક્યા છે.


ઉલ્લેખનીય છે કે આઇટીબીપીના જવાનો અત્યાર સુધીમાં 200થી વધુ પર્વતો પર સફળતાપૂર્વક ચડાણ કરી ચૂક્યા છે. જેમાં માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ઘૌલાગિરી, કંચન જંઘા, નન્દા દેવી, પંચાચૂલી જેવા પર્વતો સામેલ છે.


કમાન્ડેન્ટ દેવેન્દ્ર કુમારે કહ્યું કે આ અભિયાન વૈશ્વિક મહામારી કોવિડ 19ના કારણે ચડવું કઠણ હતું. પણ તમામ મુશ્કેલીઓને પાર કરીને દળે લિયો પારગિલ પર્વત પર સફળતાપૂર્વક ચડાઇ કરી છે. ઉત્તર ભારતમાં આ વર્ષનું આ અમારું પ્રથમ સફળતાપૂર્વક પર્વતારોહણનું અભિયાન છે.