મધ્ય પ્રદેશના (Madhya Pradesh)દમોહ (damoh)જિલ્લામાં દારૂ અને હોટલ વેપારી રાય બ્રધર્સ પર ઇન્કમટેક્સે રેડ (it raid liquor trader shankar rai)કરી હતી. વેપારીએ 75 લાખ રૂપિયાથી ભરેલી બેગ પાણીની ટાંકીમાં સંતાડી હતી. ઇન્કમટેક્સની ટીમે ટાંકી માંથી બેગને કાઢી હતી અને નોટો બહાર કાઢી હતી. નોટો સુકાવવા માટે હેયર ડ્રાયર અને ઇસ્ત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇન્કમટેક્સે રાય પરિવાર પર લગભગ 20 કરોડ રૂપિયાની કાર્યવાહી કરી છે. રેડ દરમિયાન સ્થળ પર ફોર્ચ્યુનર, બીએમડબલ્યું અને જગુઆર જેવી ઘણી ગાડીઓ મળી આવી છે. આ કાર્યવાહીમાં શંકર રાય પાસેથી સૌથી વધારે રૂપિયા 5 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા છે. આ સિવાય પ્રિન્સ અને સંજય રાય પાસેથી 2 કરોડ કેશ, કમલ રાય પાસે 70 લાખ અને રાજુ રાય પાસે 30 લાખ રૂપિયા કેશ મળી આવ્યા છે. આ રૂપિયાને ગણવા માટે લગભગ 6 મશીન લગાવવામાં આવી હતી.
ઇન્કમટેક્સની ટીમ જ્યારે રેડ કરવા ગઇ તો તેમના માટે આ કાર્યવાહી કરવી આસાન ન હતી. રાય પરિવારે ઘણા પ્રકારે તંગ કર્યા હતા. ક્યારેક તેમની ઉપર કુતરા છોડવામાં આવ્યા તો ક્યારેય કાગળો સળગાવવામાં આવ્યા હતા. ઇન્કમટેક્સની કાર્યવાહી બે દિવસ ચાલી હતી. રાય બ્રધર્સને ત્યાંથી મળેલી ગાડીઓના રજિસ્ટ્રેશન તેમના નામે ન હતા. રાય પરિવાર દારૂના ઠેકા માટે બ્લેક લિસ્ટ છે. આ પરિવારે મહેન્દ્ર ચૌરસિયાના નામથી દારૂના ઠેકા લીધા છે. ઇન્કમટેક્સે મહેન્દ્રના સ્થળો ઉપર પણ રેડ કરી હતી.