ભારતનું ચાંદ પર જનારુ મિશન ચંદ્રયાન-2, ભારતનું સૌથી મોટુ મિશન હશે. તેને ભારતના શક્તિશાળી રોકેટ જીએસએલવી એમકે-3 દ્વારા ચંદ્રમા પર મોકલવામાં આવશે. આ મિશનમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર સામેલ હશે, જે ચંદ્રમા પર જઈ તેનું અધ્યયન કરશે. આ આ વર્ષે ઈસરોનું સૌથી મોટુ મહત્વકાંક્ષી મિશન છે. જોકે, ISROના લીસ્ટમાં ચર્ચિત ચંદ્રયાન-2 અથવા ગગનયાન માનવ મિશન સિવાય પણ કરવા માટે ઘણું છે.
સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટામાં યુવિકા-યંગ સાઈન્ટિસ્ટ પ્રોગ્રામ ઓફ સ્કૂલ સ્ટૂડન્ટ્સ વિશે ઈસરોના ચેરમેન સિવાન વાત કરી રહ્યા હતા, જ્યારે તેમણે રિપોર્ટ્સને આ મિશન વિશે જાણકારી આપી. તેમમે જણાવ્યું કે, ઈસરો અગામી દશકમાં 7 અલગ-અલગ ગ્રહો પર મિશન મોકલશે. આ મિશનમાં માર્સ ઓર્બિટર 2, ચંદ્રયાન 3, શુક્રગ્રહ પર એક મિશન, એક્સપોસેટ પ્લેનેટરી એક્સપ્લોરેશન, આદિત્ય એલ1 વગેરે પ્રમુખ હશે. આ સાથે જ ભારત દુનિયાભરમાં અંતરીક્ષમાં સૌથી મજબૂત દેશોમાંથી એક થઈ જશે.