ઉત્તર પ્રદેશના બહરાઈચ જીલ્લામાં સ્થિત સંરક્ષિત વન વિસ્તાર કતર્નિયાઘાટમાં ગેરકાયદે શિકાર કરવાના મામલામાં વન વિભાગે આંતરરાષ્ટ્રીય ગોલ્ફર અને બોલિવુડ એક્ટ્રેસ ચિત્રાંગદાના પૂર્વ પતિ જ્યોતિ રંઘાવાની ધરપકડ કરી લીધી છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રંઘાવાની પૂછતાછ કરવામાં આવી રહી છે. તેની પાસેથી એક રાઈફલ અને અન્ય ઉપકરણ મળી આવ્યા છે. આ સિવાય તેની પાસેથી સાંભરની ખાલ પણ મળી આવી છે.
વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972ના સેક્શન 9 હેઠળ શિકાર પર પ્રતિબંધ છે. આ એક્ટમાં ચાર લીસ્ટ બનાવી 200થી વધારે જાનવરોને રાખવામાં આવ્યા છે. આ લીસ્ટમાં પહેલા લીસ્ટમાં સૌથી વધારે મહત્વપૂર્ણ અને મોટા જાનવરોને રાખવામાં આવ્યા છે. જેમના શિકાર પર ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધારેમાં વધારે સાત વર્ષની સજા તથા 10 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે.
જો ફરી શિકાર કરવાનો ગુનો કરે છે તો, તેનો દંડ વધીને 25000 થઈ જશે, તથા સજા ફરી તેટલી જ રહેશે. ખતમ થઈ જવાની કગાર પર રહેલા જાનવરને પણ કાયદા હેઠળ સંરક્ષણ આપવામાં આવે છે. આ કાયદા હેટલ જંગલી જાનવરોને કેદ કરવા અથવા કોઈ પણ જંગલી જાનવરને પકડવું, ફસાવવું, ઝહેર આપવું અથવા લાલચ આપવી દંડનીય અપરાધ છે. આવા દોષીને સાત વર્ષની સજા અથવા 25 હજારનો દંડ થઈ શકે છે.