કેનેડાના પીએમ જસ્ટિનની પત્નીનું નામ સોફી છે. તેમને ત્રણ બાળકો છે. પીએમ અને તેમની પત્ની સોફીની જોડી જેટલી સુંદર દેખાય છે. તેમની લવ સ્ટોરી પણ તેટલી જ રસપ્રદ છે. જાણકારી અનુસાર, સોફી પીએમ જસ્ટિન ટ્રુડોના નાના ભાઈ માઈકલ ટ્રુડોની ગર્લફ્રેન્ડ હતી. સોફીએ જણાવ્યું હતું કે, 1998માં લેન્ડસ્લાઈટની ઝપેટમાં આવીને માઈકલ ટ્રુડોની મોત થઈ હતી. આ પછી ટ્રુડો અને સોફીની મુલાકાતો થવા લાગી. બંને એકબીજાની સાથે ભાવનાકીય અને શારીરિક જોડાણ અનુભવવા લાગ્યા હતા. એક દિવસે જસ્ટિને સોફીનો નંબર મેળવ્યો અને તેને ડિનર પર બોલાવીને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો હતો. બંનેએ ઘણા દિવસો સુધી એકબીજાને ડેટ કર્યા અને 2004માં સગાઈ કરી હતી. 2005માં લગ્ન કર્યા હતા. વર્ષ 2015માં જસ્ટિન ટ્રુડો કેનેડાના પ્રધાનમંત્રી બન્યા હતા.
ફ્રાન્સમાં ઇમેન્યુઅલ મેક્રોન સતત બીજીવાર રાષ્ટ્રપતિ બની ગયા છે. મેક્રોને તેમનાથી 24 વર્ષ મોટી તેમની ડ્રામા ટીચર બ્રિગિટ મેક્રોન સાથે લગ્ન કર્યા હતા. બ્રિગિટ મેક્રોનને પહેલાં લગ્નના ત્રણ બાળકો પણ છે. આનાથી પણ રસપ્રદ વાત તો એ છે કે બ્રિગિટ ત્રણ બાળકોની માતા હતી. તે સમયે મેક્રોનના ક્લાસમાં બ્રિગિટની પુત્રી પણ અભ્યાસ કરતી હતી. બંને સારા દોસ્ત હતા. બંનેની જોડી પણ જામતી હતી. બંનેને એકસાથે જોઈને લોકોને લાગતું હતું કે, આ બંને પ્રેમી છે. પરંતુ કોઈને ક્યાં ખબર હતી કે મેક્રોનના દિલમાં બ્રિગિટની પુત્રી નહીં પરંતુ તેની માતા રહે છે.
જો બાઈડેનની પહેલી પત્ની અને એક વર્ષની પુત્રી 1972માં અકસ્માતમાં મરી ગયા હતા. 2015માં બીજા પુત્રનું પણ મોત થયું હતું. પત્નીના મોતના ત્રણ વર્ષ પછી બાઈડેનના ભાઈએ તેમને જીલ જેકોબ્સની સાથે મુલાકાત કરાવી હતી. જીલ અને બાઈડેનની આ મુલાકાત દોસ્તીમાં બદલાઈ ગઈ અને તેઓ એકબીજા સાથે સારું અનુભવવા લાગ્યા હતા. જો કે જીલ પહેલાથી પરિણીત હતી પરંતુ તેના લગ્ન તૂટી ગયા હતા. બાઈડેને જીલને એક કે બે વાર નહીં, પરંતુ પાંચ વાર પ્રસ્તાવ આપ્યો હતો. બાઈડેનના પાંચમી વાર લગ્ન માટે પૂછવા પર જીલે લગ્ન માટે હા પાડી હતી.
બ્રિટેનની કમાન અત્યારે ટ્રસના હાથોમાં છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે ખાનગી જીવનમાં વિવાદોના કારણે ટ્રસનું રાજકીય જીવન લગભગ ખત્મ થવાના આરે હતું. એક સાથી સાંસદ સાથે ટ્રસનું અફેર શરૂ થઈ ગયું હતું. જેણે તેમના પરિણીત જીવન માટે મુશ્કેલીઓ ઊભી કરી દીધી હતી. જો કે, સમયની સાથે તેમનો કરિયર ગ્રાફ ઉંચે જઈ રહ્યો હતો. તેમના પતિનું નામ હ્યુજ ઓ'લેરી છે જે એક એકાઉન્ટન્ટ છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી અભ્યાસ કરેલી હ્યૂજ રાજકીય જીવનથી દૂર હજુ પણ એક એકાઉન્ટન્ટનું કામ કરે છે. 1997માં ટોરી પાર્ટી કોન્ફરન્સમાં મુલાકાત પછી 2000ના વર્ષમાં બંનેના લગ્ન થયા હતા.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગના અત્યાચારોથી પૂરી દુનિયા વાકેફ છે. કિમનું જીવન જેટલું રહસ્યમય છે, તેના લગ્ન તેટલાં જ રહસ્યમય છે. કિમના લગ્ન ક્યારે કેવી રીતે થયા તેની કોઈને જાણ નથી. કિમ જોંગ-ઉનની રહસ્યમયી દુનિયાનો એક મુખ્ય ભાગ તેની પત્ની રિસોલ જૂ પણ છે. મીડિયામાં આવેલી ખબરો અનુસાર, રિસોલ જૂ 2005માં એશિયન એથલિટ ચેમ્પિયનશિપ દરમિયાન દેશની રાજધાની પ્યોંગયાંગ આવી હતી. આ દરમિયાન તે 90 ચીયરલીડરની ટીમમાં સામેલ હતી. આ જ સમયે કિમ જોન-ઉન પહેલીવાર રિસોલ જૂની નજરમાં આવ્યા હતા અને અહીં બંનેની મુલાકાત થઈ હતી. 2009માં તેમના પિતાએ લગ્ન કરાવ્યા અને 2010માં એક બાળકનો જન્મ થયો હતો. જો કે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનનું નામ પણ સામેલ છે. તેમણે એક નહી પરંતુ ત્રણ લગ્ન કર્યા છે. 62 વર્ષની ઉંમરમાં તેમણે બીબીસી પત્રકાર રેહમ ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તેઓ આ લગ્નના બંધનમાં માત્ર 10 મહીના સુધી જ રહ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનના પૂર્વ પીએમ દિલ બુશરા મનેરા સાથે પ્રેમ થયો હતો. 65 વર્ષની ઉંમરમાં તેઓએ 5 બાળકોની માતા બુશરા સાથે લગ્ન કર્યા હતા.
નેલ્સન મંડેલાને કોણ નથી જાણતું! 27 વર્ષો સુધી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ લડાઈ લડનારા મહાન નેતા મંડેલાએ જીવનના અંતિમ વર્ષોમાં લગ્ન કર્યા હતા. તેઓએ 1998માં પોતાના 80મા જન્મદિવસ નિમિત્તે રાજનેતા અને માનવાધિકાર કાર્યકર્તા ગ્રેસિયા મેસેલ સાથે લગ્ન કર્યા હતા. જો કે મંડેલાના આ પહેલા નહી પરંતુ ત્રીજા લગ્ન હતા. વર્ષ 2013માં તેમની મોતના અંતિમ ક્ષણો સુધી તેઓ ગ્રેસિયા મેસેલ સાથે રહ્યા હતા.