નવી દિલ્હી. દેશ-દુનિયામાં આજે એટલે કે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન લદાખ (Ladakh)ની ગલવાન ઘાટી અને 18,000 ફુટની ઊંચાઈ પર આઇટીબીપી (ITBP)ના જવાનોએ હાડ થીજવતી ઠંડીમાં યોગ (Yoga) કરીને નિરોગી રહેવાના સંદેશ આપ્યા છે. આ ઉપરાંત અમેરિકા (USA)ના ન્યૂયોર્ક ટાઇમ્સ સ્ક્વેર (New York Times Square) ખાતે લગભગ 3000 લોકોએ યોગ કર્યા. પરંતુ સૌથી નોંધનીય યોગ ઉજવણીનું આયોજન લદાખના પેન્ગોગ લેક (Pangong Tso Lake) ખાતે કરવામાં આવ્યું. અહીં આઇટીબીપીના જવાનો (ITBP Jawans) એ લેકના કિનારે યોગ કર્યા.