ભાજપની ટિકિટ પર બાલાસોર લોકસભા સીટ પર જીત મેળવનારા પ્રતાપ ચંદ્ર સારંગીએ ગુરુવારે મોદી સરકારમાં રાજ્યમંત્રીના શપથ લીધા. તેઓ મંચ પર આવતા જ સૌથી વધુ તાળીઓ પડી હતી. પ્રતાપ ચંદ્ર સારંગીને લોકો ઓડિશાના મોદી સંબોધીને બોલાવે છે. તેમનું જીવન તેમની જીવનશૈલીની તુલના લોકો પીએમ મોદી સાથે કરી રહ્યાં છે.
2/ 11
પોતાની સાદગી જીવનશૈલી માટે જાણીતા પ્રતાપે બીજેડીના સાંસદ અને અરબપતિ ઉમેદવાર રબીન્દ્ર કુમારને હરાવ્યા છે.
3/ 11
સારંગીએ જે પ્રકારે ચૂંટણી લડી તે ખુબ ચર્ચામાં રહ્યું. તેમના વિરોધી ઉમેદવારો મોંઘી મોંઘી કારમાં બેસી ચૂંટણી કેમ્પેઇન કરી રહ્યાં હતા, તો સારંગી ઓટોરિક્ષામાં રેલી કરતાં હતા. તેઓ પ્રોફેશનલ મેનેજર્સથી વધુ પોતાના પાર્ટી કાર્યકર્તાઓ પર નિર્ભર હતા.
4/ 11
ચૂંટણી જીત્યા બાદ પણ તેમના જીવનમાં કોઇ બદલાવ ન આવ્યો. જ્યારે તેઓને ભાજપની ટિકિટ પર 2004 અને 2009માં વિધાનસભા ચૂંટણી જીતી ત્યારબાદ પણ તેઓ સાદગીથી જીવન જીવી રહ્યાં હતા.
5/ 11
સારંગીનું કહેવું છે કે બાળપણથી જ મારી જીવનશૈલી એવી રહી છે, હું સાંસદ બન્યા બાદ પણ હું નહીં બદલાવ. હું લોકો અને દેશ માટે કામ કરી રહ્યો છું અને હું જીવનભર આવું જ કરતો રહીશ.
6/ 11
કહેવામાં આવી રહ્યું છે કે સારંગીએ ચૂંટણીમાં એકપણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી.
7/ 11
સારંગી નીલગિરિ વિધાનસભા સીટ પરથી બે વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે.
8/ 11
ટ્વીટર યૂઝર્સ સુલગના દેસે તેમની તસવીર શેર કરતાં લખ્યું કે સારંગીએ લગ્ન નથી કર્યા, તેમની માતાનું ગત વર્ષે જ નિધન થયું હતું. તેમનું એક નાનકડું ઘર છે જે માટીનું છે. અને તેઓ સાઇકલ ચલાવે છે. ગ્રાઉન્ડ લેવલે તેમની મજબૂત પકડ છે.
9/ 11
સારંગીની ઉંમર 64 વર્ષની છે. સારંગીનો જન્મ નીલગીરીથી ઢંકાયેલા ગોપીનાથપુર ગામના એક ગરીબ પરિવારમાં 4 જાન્યુઆરી 1955માં થયો. મોદીની જેમ સારંગીએ પણ યુવાવસ્થામાં સન્યાસી બન્યા હતા. તેઓ રામકૃષ્ણ મઠમાં પણ ગયા પરંતુ સાધુઓએ તેઓને માતાની સેવા કરવાની સલાહ આપી જ્યારબાદ તેઓ પરત ફર્યા હતા.
10/ 11
સારંગી પોતાની જીતનો ફાળો મોદીને આપે છે. તેઓ કહે છે કે અહીંના લોકો નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન તરીકે જોવા માગે છે. લોકોને તેમના નેતૃત્વ અને ભાજપના વિકાસના પ્રયાસો પર વિશ્વાસ છે.
11/ 11
બાલાસોરમાં તેમના આવવાથી મારી જીત પાક્કી થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઓડિશા આવ્યા તો પ્રતાપ સારંગી સાથે અવશ્ય મુલાકાત કરે છે. સારંગી ક્યારેક જાનવરોની સેવા કરતા નજર આવે છે તો ક્યારે કોઇ ગુફામાં સાધનામાં લીન. તેમની સાદગીના લોકો કાયલ છે.